Friday 12 October 2012

અબોલા- મરણ પથારીએ એક વિરહણની વ્યથા

સાચું કહું બચ્યા હવે શ્વાસ બહુ થોડા છે,તને એમ કે મેં લીધા અબોલા છે.
મળવાનો વાયદો હવે તું ના આપજે,હોકારો દેવા મારે પલ બચ્યા થોડા છે ..
મળવાની વિનતી મેં કરી બહુ તને, હવે  વિરહની મજા તું પણ ચાખજે
મળવું ના મળવું ની દ્વિધા બહુ રાખી, હવે જીવનભર મારો રસ્તો તું તાકજે
સાચું કહું બચ્યા હવે શ્વાસ બહુ થોડા છે,તને એમ કે મેં લીધા અબોલા છે.
પાછા વળાય નહિ રસ્તેથી અંનતના,જગતના વળગણ સૌ છોડ્યા મેં જાણજે 
વેદનાની નદીઓ મેં તો પાર કરી પ્રેમથી, દુઃખનાં દરિયાથી તું ખુદને બચાવજે 
સાચું કહું બચ્યા હવે શ્વાસ બહુ થોડા છે,તને એમ કે મેં લીધા અબોલા છે.
બે ફૂલ લઈને  હવે ના આવીશ કબર પર,દુનિયાના ડરથી ના ખોટુ દુઃખ દેખાડજે
જીવતા તો કદર નથી કીધી મારા પ્રેમની, મૃત્યુ પર તો મારા મલાજો થોડો રાખજે
સાચું કહું બચ્યા હવે શ્વાસ બહુ થોડા છે,તને એમ કે મેં લીધા અબોલા છે.
By Deepa Sevak.

No comments:

Post a Comment