Wednesday 18 September 2013

રણ મારી અંદર વધતું ગયું....


જાણે કેમ આપણી વચ્ચેનું અંતર વધતું ગયું
જેટલું જલ્દી કાપ્યુ એટલું નિરંતર વધતું ગયું

લાગતુંતું આંખને જે સાવ હાથવેતમા જ તે
મંજીલથી રસ્તાનું અંતર નિરંતર વધતું ગયું

ભૂલા પડેલા ભાવ તરસ્યા,તડપ્યા બેસુધ થયા
હકીકતથી સપનાનું અંતર સદંતર વધતું ગયું ...

જેમ જેમ લાગણીના વીરડામાં વારિ સુકાયા
તેમ તેમ સુકા સપનાનું સ્થળાંતર વધતું ગયું

પ્રેમથી લંબાયેલા હાથમાં રોપાતા ગયા કાંટા
તો સતત બળબળતું રણ મારી અંદર વધતું ગયું
Deepa Sevak.

Thursday 5 September 2013

વશ થયેલું મન ફરી છટકી ગયું ....

 
હલકું હતું એ ઉડતું વાદળ મન મારું ભારે કરી ગયું
વહેતા જળની ધારને મારી આંખોમાં ભરી સરી ગયું
તારા સ્મરણની કુંપળો ફુટી તોડીને સઘળી પાબંદી
એક છીદ્રની આડ લઈ વશ થયેલું મન ફરી છટકી ગયું
.....Deepa Sevak.