Tuesday 31 December 2013

ભરમ કાયમ રાખીશ હવે ....

તારી યાદને આંખમાં આંજીને ઊંઘતાં શીખીશ હવે
આમ ક્યાં સુધી તારી જુદાઈના ગમમાં જાગીશ હવે

તારા અહમમાં રહીને તું ભલે મરી ગયેલો માને એને
પ્રેમના અહેસાસને મારી ભીતર જીવતો રાખીશ હવે

એક પડછાયો મારો પીછો કરતો રહ્યો છે આજ સુધી
એ પડછાયાની પ્રીતને સપનામાં રોજ પામીશ હવે

છે દુનિયાના કેટલાય દુઃખ જે દિલને પથ્થર બનાવે
હું પથ્થરના દેવને ધડકનનો અહેસાસ કરાવીશ હવે

દોડતી હજારો ખ્વાહિશો મનના આકાશની આરપાર
પાંખો આપી આરઝૂની અલગ દુનિયા સ્થાપીશ હવે

જ્યાં તારા મારા વિચારોમાં રહેલા ભેદ સૌ મટી જશે
ને તું મનથી ચાહે છે મને એ ભરમ કાયમ રાખીશ હવે

....દીપા સેવક

Friday 20 December 2013

પહેચાન...

 

આઘાત જુદાઈનો મનેય કંઈ ઓછો નથી
અલગ વાત છે કે આંખ પર સોજો નથી
 
હાસ્યમા ભેળવીને પીધા છે આંસુના જામ મેં
એટલે પીડાનો પરપોટો જમાનો જોતો નથી
 
હાથ પડે જો આગમાં તો ફોલ્લા સાફ દેખાય
ફર્ક એટલો કે દિલ દાઝે તો ફોલ્લો દેખાતો નથી
 
શ્વાસ મારા ચાલે છે હજુ, સાબિતી છે એની
કે મારામાં તું જીવે છે, તુટયો હજુ નાતો નથી
 
હોય સમયના હાથમા ભલે આખી બાજી ,પણ
પહેલેથી હાર માની લેવાનો મારો શિરસ્તો નથી
 
મુશ્કેલીઓ ઉભી કરી કોઈ એમ નહિ તોડી શકે
મારો આત્મવિશ્વાસ છે કોઈ જામ છલકતો નથી
 
બનાવીશ પહેચાન,તો શું થયું કે તું સાથે નથી ને  
જિંદગીના મોડનો કોઈ પણ રસ્તો જાણીતો નથી
....દીપા સેવક 

ખુશનસીબી...

 

તારી છાતીનું ઓશીકું મળ્યા પછી
કહાની શરુ થાય મારી રાતની...
તારી નજરના જામ પીધા પછી
મારા રોમ રોમ છલકાતી ચાંદની..
મદહોશી ફેલાતી ફિઝામાં ને..
વેરાતી ઓરડે ખુશ્બુ પારિજાતની
મને બાહોમાં જોઇને મારા ચાંદ ની
ઝગમગ સિતારાની ભીડમાં સજતી ...
ને ારી બારીમાંથી ઝાંખતી ચાંદનીનેય
ઈર્ષા આવે છે મારા ભાગ્યની...
....દીપા સેવક
 

Thursday 19 December 2013

ભેદ...

તારી મારી દ્રષ્ટિમાં બસ નઈ જેટલો જ ભેદ છે
તને હું દેખાતી નથી ને મારી નજરમાં તું કેદ છે
છટકી શકાય તો છટકી જો સજાથી જનમટીપની
મારી આંખ એ જ કેદખાનુ છે જેમાં તું નજરકેદ છે
....દીપા સેવક.

Tuesday 17 December 2013

તો કહું ...

એક મારી વાત માને તો  કહું
તું મને તારી બનાવે તો કહું

લે તને સોંપી દઉં સપના બધા
તું ગણી તારા સજાવે તો કહું


પ્રીતને પલકો તળે રાખી શકું 
એટલી વિદ્યા ભણાવે તો કહું

હાથવેંતે આસમા લાગે મને 
આંખમાં તું ચાંદ આંજે તો કહું 

હાથમાં રેખા બનાવી પ્રેમની,
તું હકો તારા જતાવે તો કહું

સાથ તારે જીવવું મરવું મને
એ જ સપનું તું સજાવે તો કહું


હું રહું જનમો જનમ તારી બની
એમ મારો હાથ થામે તો કહું

સાથ મારો તું નહિ છોડે કદી 
જો વચન આવું તું આપે તો કહું..

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

....Deepa Sevak

दिल का शीशा ....

दिल का शीशा गर टूटे तो..
दुआ है ना बिखरे तेरी राहोमें..
के भूले से कोई टुकड़ा
तेरे पावमे चुभ गया तो...
घाव तो तुजे होगा पर...
लहू से लाल दामन मेरा होगा..
क्योकि तू तो...
जुदा हो गया मुज से पर.. ...
दिल मेरा टूटकर भी
तुजसे ही जुड़ा रहेगा...
दर्द से कराहेगी तेरी आँखे तो..
आंसू तो मेरी आंखोमे भी आयेंगे...
यु खता आँखों कि होगी
और बेवजह प्यार रुसवा होगा..
जो मुझे गवारा नहीं होगा...
इस लिए चाहूंगी ..
दिल का शीशा गर टूटे तो..
ना बिखरे तेरी राहोमें..
अच्छा यही होगा
... Deepa Sevak.

Monday 16 December 2013

હું શ્વાસ છોડી દઉં ....

 

વિચારું છું.. સૌ સંગાથ છોડી દઉં
હું આ શબ્દોનો સાથ છોડી દઉં
કવિતાના કાગળ પર કાતર મુકીને
દિલદિમાગ વચ્ચેનો કકળાટ છોડી દઉં
કલમ સાથે પણ કરી દઉં કિટ્ટા,
સંવેદનાનો સળવળાટ છોડી દઉં
વહેતી નદીને હથેળીમાં સમાવતી,
મનઘડંત વાતોની વાટ છોડી દઉં
આખુ આકાશ આંખોમાં ઉતારે એવી
કલ્પનાઓનો કલબલાટ છોડી દઉં

વાદળના ગરજાટને સાંભળીને ઉઠતો
અળવીતરા અંતરનો ઉકળાટ છોડી દઉં
વિના વાંકે વેરી બની જે મને તડપાવે

એ વહાલા જુલમીનો હાથ છોડી દઉં
પણ, મન મારું કહ્યું માનતું જ નથી

ને કરે છે દલીલ ....
આ કવિતા જ તો છે બહાનુ એને સંભારવાનું..

શું કામ કવિતાનો સાથ છોડી દઉં?
બેચેનીથી થોડી વાર છુટકારો પામવાનું..  
શું કામ ગમતી એ વાત છોડી દઉં? ..
એ તને હું નહિ કરવા દઉં...
એનાથી સારું એ થશે...
કે...હું શ્વાસ છોડી દઉં ... હું શ્વાસ છોડી દઉં ..
Deepa Sevak.

તરસનો દરિયો....

મારી હથેળીમાંથી જો છલક્યો તરસનો દરિયો
તો મારા ટેરવેથી તીણું ટપક્યો તરસનો દરિયો

બળબળતા રણ લાગણીના વિસ્તરતા ગયા નસીબે
તો દિલમાં મૃગજળ બની વિસ્તર્યો તરસનો દરિયો

મારી આંખોમાં ઝળહળતી યાદોના વાદળ ઘેરાયા  
તો ગોરંભાયેલ આકાશેથી વરસ્યો તરસનો દરિયો

તને કહેવાની વાતો મૌન બની આંખોથી નીતરી
તો તરસ્યા મારા હોઠેથી મલક્યો તરસનો દરિયો

લખી મૌન પરબીડિયે તને મેં કાગળ કોરો મોકલ્યો
તો એ કોરા કાગળે થોડો પલળ્યો તરસનો દરિયો

વાંચી કોરો કાગળ મારી તરસ તારી આંખોમાં ઉતરી
તે જાણીને જાણે વહાલથી મને વળગ્યો તરસનો દરિયો

છલકતી તારી આંખો જાણે બની ગઈ વહાલનો દરિયો
તો મરકતો મરકતો એમાં વિલાયો મારી તરસનો દરિયો 
.....Deepa Sevak. 


Wednesday 11 December 2013

મારામાં તારા હોવાનો અહેસાસ....

 

રાતપડે આંખમાં તું એવી રીતે ઉગે કે
જાણે આકાશે ઉગ્યો હોય ચાંદ...
સપના કેમ કરી આવે અજવાળે,
હું તો જાગું છું આખી આખી રાત..
મારા અંતરના અજવાળા જોઈ..

આમ તો ઉંઘનેય આવતો ખાર..
ને
આંખોમાં ઉતારેલા ઉજાશને જોઈ..
રાતના અંધારનેય ચડી જતી ટાઢ...
સતરંગી સપનાની રંગોળી પુરતી..

મારી જાગતી આંખોમાં તારી યાદ..
ઓલા ટમટમતા તારલાની વચમાં..
મને દેખાતી ચમકતી તારી બે આંખ..
મીટ માંડી હું નીરખતી આકાશ ભણી
ઓઢીને ચુંદડી સ્મરણની.. હું સજતી સાજ.
અમથોયે તું મને આસપાસ લાગતો..

ના થતો મનમાં કદીયે દુરીનો ભાસ
એકાંતે સજન તું મારી આંખોમાં ઉતરી..
થતો ઝળહળ.. બની પ્રીતનો પ્રકાશ
તારામાં હું.. અને મારામાં તું...
હવે.. એમાં કોઈ નથી નવી વાત
હળવુંને મળવું તો રોજનું થયું કે..
જેમ.. સંધ્યામાં સૂરજનો વાસ
મારા હ્રુદિયાના રાજા ધ્યાન દઈને સાંભળ,
આજ તને... એક વાત કહું ખાસ
મારામાં રહેલો તું મને રોજ આલિંગે.
જાણે... તું છે કાયમ મારી પાસ
પછી.. દુરી જોજનની મને કેમ સતાવે?
કે મને... મારામાં તારા હોવાનો અહેસાસ
....Deepa Sevak.