Wednesday 19 December 2012

ख़ामोशी

 
सब कुछ क्यों जुबा से बताऊ कभी तो मेरी ख़ामोशी को भी समज ले तू
आखे बांध है तो क्या पलकों के पीछे छुपी अपनी तस्वीर को देख ले तू
धड़कन मेरी क्या कहे जरा अपने दिल पर कान लगाकर सुन ले तू
कहेते है मुहोब्बतमे दो जिस्म एक जान हो जाते है
तो बनाकर मुझे अपनी जान यु मेरी जान बक्श दे तू..
 
By Deepa Sevak

Monday 17 December 2012

હું દીવો બની અજવાળું તને

 
હું દીવો બની અજવાળું તને, તું આવ જરા પ્રગટાવ મને
હું તડકો બની સ્પર્શું તને, તું સુરજ બની રેલાવ મને
હું વેલ બની વળગું તને, તું વૃક્ષ બની વીંટળાવ મને
હું સુગંધ બની મહેકાવું તને, તું ફૂલ બની અપનાવ મને
હું નદી બની માંગું તને, તું દરિયો બની સમાવ મને
હું ટહુકો બની વહાવું તને, તું વસંત બની બોલવ મને
હું શ્વાસ બની શ્વસું તને, તું દિલ બની ધડકાવ મને
હું આઇનામાં દેખું તને, તું પ્રતિબિંબ તારું બનાવ મને
હું મારા નામથી બોલવું તને, તું તારા નામથી બોલાવ મને
હું જિંદગી મારી બનાવુ તને,તું હમસફર તારી બનાવ મને
By Deepa Sevak

ના આવડ્યો

 
મને પ્રીતના પાલવને પ્રેમથી સંકોરતા ના આવડ્યો
અને તને સરકતા પાલવને પકડ્તા ના આવડ્યો
 
હું સતત અનરાધાર ભીંજાતી રહી તારા સ્નેહમાં
અને તને વહી જતા વરસાદને રોકતા ના આવડ્યો
 
હું તારા મૌનને પણ સમજુ તારી આંખમાં જોઇને
અને તને કહ્યા છતાં શબ્દ સમજતા ના આવડ્યો
 
હું પડછાયો તારો મહેસુસ કરું મારી સાથે હરપળે
અને તને તારી અંદર મારા સ્પર્શને શોધતાના આવડ્યો
 
હું પરીક્ષાઓ પ્રેમની આપી આપી થાકી સદીઓથી
અને તને એક પ્રશ્નનો પણ જવાબ આપતા ના આવડ્યો
 
હું પ્રેમની રાહ પર ચાલી કોઈ શરત કે શંકાઓ વગર
અને તને વાયદા છતાં વિશ્વાસ રાખતા ના આવડ્યો
By Deepa Sevak

Monday 10 December 2012

તારી યાદ

તારી યાદ એવો સુરજ છે જે રાત્રે પણ ઢળતો નથી
તારા વગર તો મને મારો પડછાયો પણ જડતો નથી
ઘર કરીને બેઠું છે મનની ભીતર એકલતાનું અઠંગ અંધારું
પ્રગટાવે રોશની નવી એવો કોઈ દીપ ઝળહળતો નથી
આગીયાથી ઉધાર લઈને આગ હું રાત અજવાળું પણ
અંધારી છે રાત તોય એક આગિયો પણ મળતો નથી
વાદળે ચાંદની છુપાઈ ગઈને રાત પણ છે બહુ ઉદાસ
ઇચ્છા મારી પૂરી કરવા એક તારો પણ ખરતો નથી
હકીકતની હથોડીએ દીધા છે ડામ એવા દિલ પર કે
પવન પાંખો આપે તોય હૈયાનો હંસ ઉડતો નથી
જોઈ જોઈ છબી તારી ગુજરી જશે આયખું આખું
મનમાં વસેલી મુરતને સમય ખંડિત કરી શકતો નથી
જોડાણ હૃદયથી હૃદયનું અનુભવાય છે હૃદયને
અંતરથી અંતરના સંબંધને કદી ફરક પડતો નથી
By Deepa Sevak

Thursday 6 December 2012

 
હું તારા પ્રેમમાં પાગલ છું એવું બધા લોકો કહે છે
પણ તો કહે મારું આવું પાગલપન તું કેમ સહે છે ?
ભલે ના જણાવે હાલત જાણું છું હંમેશાથી છે સરખી
હકીકત સત્ય છે કે મારી હર ધડકનમાં તું રહે છે
તારાથી જુદું નથી અસ્તિત્વ મારું તને ખબર છે
તોયે કહું છું મારી રગ રગમાં લોહી થઇ તું વહે છે
આમ તો ખુલી આંખોમાં પણ સપના તારાજ વસે છે
જોઉં બંધ આંખે તોય સામે ચહેરો બસ તારો રહે છે
ગુલશનમાં દરેક વૃક્ષ ડાળી વાકેફ છે મામલાથી
છીએ એકબીજાના એવું ફૂલ કે સુગંધ ક્યાં કદી કહે છે?
By Deepa Sevak