Wednesday 27 February 2013

ખ્વાહીશોનું તર્પણ...



જે તે આસાનીથી તોડેલું એ વિશ્વાસનું દર્પણ શોધું છુ
હું તો તારી આંખમાં મારી ખ્વાહીશોનું તર્પણ શોધું છું
Deepa Sevak.

કેમ જાણે....



કેમ જાણે લાગણી મારી લેશ ઓછી થતી નથી 
જાણું છુ જેના માટે છે એને કદર જરી એની નથી 
…..દીપા સેવક

મારી જેમ સાવ એકલી સાંજ...



અંધારી રાતને તો તોય તારાઓનો સાથ સવાર સુધી રહે છે 
સુરજના ગયા પછી સાંજ તો મારી જેમ સાવ એકલી રહે છે

દીપા સેવક 

Monday 25 February 2013

ઉદાસીની છાયા....

 
આજે આંખોમાં ફેલાઈ ગઈ છે અઠંગ ઉદાસીની છાયા
ખબર નહિ ખુશીનું સરનામું અમે ક્યાં મૂકી આવ્યા
Deepa Sevak.

फैसला ....

 
 
छोड़कर तेरी गली हम आगे निकल तो आये है
पर यहाँ देखते है तो हर मोड़ पर तेरे ही साये है
सुकून आएगा दिल को सोचा था जब आगे बढे
देखा तो लगा अपनी मोत पर हम खुद दस्तखत कर आये है
Deepa Sevak.


Sunday 24 February 2013

સંબંધ ...


શરત સાથે બંધાય એને સંબંધ ક્યાં કહેવાય છે ?
દરેક દિલના સંબંધને નામ ક્યાં દેવાય છે ?
..Deepa Sevak.

વિસામો....


પહોચ્યા પછી પડાવે ખબર પડી આ તો વિસામો છે મંજિલ તો હજુ દુર છે 
તારા સાથથી તો મને સફરમાં હામ છે નહિ તો કદમ તો થાકથી ચકનાચૂર છે..
Deepa Sevak.

કોઈ નથી ....


જેને સમજાય દિલની વાતો એવું કોઈ નથી અહી 
બસ હું તો દિલને જ સમજાવું છુ કે તને બધા સમજે છે 
Deepa Sevak.

લાગણી ઓછી પડી ....

પીડા ...

તરસ....

લીલી લાગણી ભર વસંતમાં સુકાઈ છે આજ....

Saturday 23 February 2013

उदासी का सबब ..


તારી મારી પ્રીતની જુદી રીત ....


લાગણી ....


તારા ગયા પછી....



તારા ગયા પછી....
કેટલીક પલ માટે.. 
સ્મશાન વૈરાગ્ય આવ્યો હતો
જયારે મુક્તિ મળે મોતની એમ ઈચ્છતો હતો 
એકલા પડી ગયાની વેદનાથી ડરતો હતો
વેદના છુપાવી અંતરમાં અંદર અંદર રડતો હતો
પણ એટલામાં

તે મુકેલી સુગંધ... આપણી દીકરી
હાથમાં પાણી અને આંખોમાં હેત લઈને આવી
કહે પપ્પા રડશો નહિ.. હું છુ ને ...
મારો ડુમો બધો વિખરાઈ ગયો અને આંખો મારી વરસી પડી
હૈયે હેતની હેલી ચડી જાણે જિંદગી નવી મળી
યાદ હજુ એ વાત છે કે
દીકરા પછી આ દીકરી મેળવવા તું કેટલું લડી હતી
ઘરમાં બધાની સામે અડગ થઇ ખડી હતી
આજે તારી એ જીદનું મને ગર્વ થાય છે
મને ખબર છે તારી સૌથી નજીક એજ હતી
એજ તારી દીકરી.. એજ તારી અંતરંગ સખી હતી
નાની નાની વાતમાં તારી જે ફુલપરી રીસાતી હતી
આજે પોતાનું દુઃખ છુપાવી મને એ વ્હાલથી સંભાળતી હતી
ઝુરાપો તારો તો હવે જિંદગી ભર રહેશે મને પણ
તારી આપેલી આ સૌગતનો સહારો લઈને
જિંદગીની ઘટમાળમાં પાછો ગોઠવાઈ ગયો છું
ગોઠવાઈ રહ્યો છુ ...
Deepa Sevak.

Friday 22 February 2013

તું આવે તો....


તું આવે તો બતાવું ...
તને સંભારું ત્યારે દિલમાં ચાલતી ઉથલ પાથલ 
તું આવે તો બતાવું ......
પોતાને છોડીને જતી લહેરોને જોઈ અકળાતો મહેરામણ 
તું આવે તો બતાવું ...
વાદળ સાથે આકાશ ને પોકારતી ધરતીની અકળામણ 
તું આવે તો બતાવું ...
આ વૃક્ષને પાંદડે પાંદડે પ્રસરતી પાનખરની મૂંઝવણ
તું આવે તો બતાવું ...
આ હવા સુગંધ ચોરી જાય ત્યારે ફુલોને થતી વિસામણ
તું આવે તો બતાવું ....
ઉપવનમાં ટહુકે ટહુકે પડઘાતી મારી એકલતાની મથામણ
તું આવે તો બતાવું .....
તારાથી જુદા થવાની બીકથી દિલને થતી કેટલી ગભરામણ
પણ શું કરું ...
કેમ કરી દિલને હું સમજાવું કામના આવે મારી કોઈ સમજણ
કહી શકું દિલની બધી વાતો વિના સંકોચે બનાવું એવું વાતાવરણ
પણ તું આવે તો ....
Deepa Sevak.

થોડી તો રહેમ કર ......


શું કામ મારા દિલને આટલું બધું સતાવે છે હવે થોડી તો રહેમ કર 
જાણે છે તું દિલમાં વસાવ્યો તને ખુદા બનાવીને થોડી તો રહેમ કર
જ્યારથી મારા દિલને કર્યું તારા હવાલે એક પળનું મને ચૈન નથી 
અવાજ મારા ઉદાસ દિલનો જરાતો સાંભળ હવે થોડી તો રહેમ કર
આ હોઠ ચુપ છે એનો મતલબ એ નથી મારે કઈ કહેવું નથી 
મારી ચુપકીદીનો મતલબ સાવ ઉંધો ના કર થોડી તો રહેમ કર
હું કઈ પૂછતી નથી મતલબ એ નથી કે મને કોઈ સવાલ નથી 
મારા જ સવાલોથી મને તું આઝાદ કર થોડી તો રહેમ કર
મેં તારા સપનાનો આખો ગુલદસ્તો સનમ નથી માંગ્યો કદી 
પણ એમાંથી એકાદ ફુલ તો મારે નામ કર થોડી તો રહેમ કર
દરેક અજાણ્યા ચહેરામાં મને દેખાય સદા તારો જ ચહેરો 
હવે તો આ પરદો મારી સામેથી દુર કર થોડી તો રહેમ કર 
નથી ખ્વાહીશ તારા આખા આકાશની ના આપીશ મને  
તારી આંખોમાં તો થોડી જગ્યા કર થોડી તો રહેમ કર 
...... Deepa Sevak.

સપનાની બીક....



આજકાલ મને મારા જ સપનાની  બહુ બીક લાગે છે 
દિલ મારું આ આંખોથી બીને છે એવું જરીક લાગે છે 
કોઈ આંખોમાં આવી કબજો કરી લેશે આ દિલનો 
દિલને પોતાના હરાઈ જવાની ઘડી નજીક લાગે છે
મને સપનાની હોડીને અમથીયે હાંકતા ના આવડે અને
વળી તારી આંખોની ગહેરાઈ થોડી અધિક લાગે છે
તારી આંખોનો દરિયોય ભરતીની રાહમાં છે ક્યારથી
એક મુક્યો જો પગ તો ડૂબીશ ધરાર એવું કદીક લાગે છે 
હોઠો પર સુગંધ જે ભીની મૂકી હતી તે સપનામાં 
એની સુવાસથી મન મારું હજુ પણ સુગંધિત લાગે છે
આ આભાસિત દુનિયામાં દિલનો ડર વધી ગયો છે
હર ચહેરે તારી ભ્રાંતિ મનને કરતી વિચલિત લાગે છે 
જાણું છુ સાથ તારો સપનું જ  છે એટલે જ તો સાથી
આ આંખોને પણ સપનાના તુટવાની બીક લાગે છે
                                                                                    ...... દીપા સેવક 


Wednesday 13 February 2013

જ્યારથી જોયા તમને.....


 
તમને આંખોમાં લઇ ફરું છુ જ્યારથી જોયા તમને
શ્વાસ તમારું નામ લઇ ભરું છુ જ્યારથી જોયા તમને
 
વીરાન હતું જીવન જ્યાં સુધી તમે નજરથી દુર હતા
દિલમાં ઉપવન લઇ ફરું છુ જ્યારથી જોયા તમને
 
મને સતાવે આકાશ, ઇતરાતું ચાંદને બાહોમાં ભરીને
હું ચાંદને તમારો  ચહેરો ધરું છુ જ્યારથી જોયા તમને
 
મંદિરમાં દેવની પૂજા હું કરતી,પહેલા દીવો ધરતી
ફક્ત તમારી  આરતી કરું છુ જ્યારથી જોયા તમને
 
અસ્તિત્વ મારું અનોખું બન્યું,મને એક નવું નામ મળ્યું
સજન હવે હું ખુદમાં ક્યાં રહું છુ જ્યારથી જોયા તમને
Deepa Sevak.

Monday 11 February 2013

एक वादा...


तुम्हारी मर्जी के बगैर  हम तुम्हारा दीदार कर नहीं सकते 
सपने में भी हम तुमसे किये वादोंसे मुकर नहीं सकते
हम खुद जल जायेंगे तुम्हारी रोशनी के लिए
खाख होकर भी तुमसे रुसवाई कर नहीं सकते
नजाने क्या सोचकर मिले है दो तक़दीर के मारे
जीभी नहीं सकते जुदा होकर, और जुदाईमें मर भी नहीं सकते
कहेते हो खुदको बादल तो में जलकी धारा हु
साथ होगा मेरा तो तुम भी बरस नहीं सकते
हमने तो पल्कोमे छुपा रखा है तुम्हे प्यारसे साथी
तुम्हे खोने के डरसे अब खुलके रो भी नहीं सकते
तुमने चाहातो लो छोड़ दिया हमने दस्तक देना दिल पर
तुम्हे चोट लगे कभी एसा हम हरगिज़ कर नहीं सकते
जब मिलना चाहो तो आवाज लगा देना हमको
एक तेरीही आवाज है जिसे हम अनसुना कर नहीं सकते
                           .....दीपा सेवक


Tuesday 5 February 2013

મૌન....

 
ક્યારેક તો એવું બનશે કે મારું મૌન તને અકળાવશે
મજબુર થશે તારું પણ દિલ અને સામેથી તું મનાવશે
 
રિસાઈને દુર તારાથી રહેવું મારે પણ મુશ્કેલ ઘણું
પણ આ મારી મજબુરીના ફાયદે તું હવે ના ફાવશે
 
ચાંદની છે રોશન ચાંદથી આખા જગતને જાણ છે છતાં
જગતમાં ચાંદની ના હોય તો ચાંદને પણ કોણ માનશે
 
પ્રેમમાં પ્રેમની લાગણીનો વહેવાર હોય અરસપરસ
હું જ બસ બોલ્યા કરું એવું હવે આગળ ના ચાલશે
 
 સનમ તું પણ સ્વીકારી લે હવે પ્રીતની આ રીતને
ખાતરી મને છે કે મજબુર થઈને બહુ જલ્દી તું આવશે
-Deepa Sevak-


Friday 1 February 2013

તારી યાદ...


તારી યાદની એજ તો ખૂબી છે 
જૂની વાતો છે,
જે રોજ નવી નવી રીતે
આંખોમાં ડેરો જમાવે છે...
Deepa Sevak.

આંસુ ના વહાવો કઈ સમજયા વગર....


આંખો હવે એમની સામે આંસુ ના વહાવો કઈ સમજયા વગર 
એ બધાને કહેતા ફરે છે એને તો રડવાની આદત પડી છે કારણ વગર..
Deepa Sevak

મારી યાદમાં...


આજે આખો મારી વહે છે વિના કારણ 
જરૂર તું ઉદાસ છે મારી યાદમાં...

Deepa Sevak

કાળ કરતબ કરી ગયો...


આવતા ભવની તો મને ખબર નથી
પણ આ ભવ તારી યાદમાં વહી ગયો 
આંખ મારી તરસી રહી તારા દરશને 
અને મોતનો કાળ કરતબ કરી ગયો...
...Deepa Sevak.

મારા મુત્યુ પછી ......


આખો બિછાવી રાહ હું જોતી રહીને 
ખબર એના આવવાની પહોચી મારા મૃત્યુ પછી 
સુકુન એટલું તો પહોચ્યું મારી રુહને 
અફસોસથી આંખ એની ભીની થઇ મારા મુત્યુ પછી 
...Deepa Sevak.

પ્રેમ નથી જતાવવો..


આંસુની ચાદર ઓઢીને હવે તને નથી મનાવવો 
હૃદયની પીડાને વટાવી મારે  પ્રેમ નથી જતાવવો..
...Deepa Sevak.

પ્રેમના પરીજાત....


તારા પ્રેમના પરીજાતથી મહેકી હતી જે રાત 
એની સુગંધ મારા શ્વાસોમાં વર્ષો પછી હજુ અકબંધ છે..
....Deepa Sevak.