Friday 29 November 2013

ગજબ થઇ ગયો

 

મારા ધાર્યાથી જુદું જ હતું આ બધુ
હું તો આશ્ચર્યથી જોતો જ રહી ગયો
મારી નાની મજાકમાંયે ચિડાતી 
મારી લાગણી અવગણી મને નજરઅંદાજ કરતી
એક નકચડી જે મારા દિલ પર એકહથ્થુ રાજ કરતી
એને મેં આજે પથ્થર કહી નવાજી તોયે ચિડાઈ નહિ
ને ઉપરથી કહેવા લાગી કે લે આ તો ગજબ થઇ ગયો
તું તો પથ્થર પર ફૂલ ખીલવવામાં સફળ થઇ ગયો
પછી શરમાઈને કહેવા લાગી
જો.. સાચા પ્રણયની અસર તો ચોક્કસ થાય છે
સતત વહેતા ઝરણાંથી તો પથ્થર પણ ઘસાય છે
આ સાંભળી મારું તો મન ઝૂમવા લાગ્યું
જાણે સ્વર્ગ હાથવેતમાં હતું 
મને થયું આતો ખરેખર ગજબ થઇ ગયો 
હાયે મારો જનમ સફળ થઇ ગયો
એ તો હતી જ મારા દિલની રાણી
આજે હુંયે એનો સનમ થઇ ગયો .....
Deepa Sevak.

Thursday 28 November 2013

ભરમ...

મને થોડું હસીને લોકોને મળતી જોઇને
તે પૂછ્યુંયાદ કરે છે હજુ કે ભૂલી ગઈ?
મારી આંખોમાં અસમંજસ જોઈ... 
તે ખુશ થઇ ને કહ્યુ...ચાલ સારું થયુ
ભૂતકાળ હતું... ભુલાઈ ગયું ..
જો... એમ જ જીવનમાં આગળ વધાય..  

પણ સાચુ કહુ…તારા એ શબ્દોથી
હૃદયમાં તીણી શુળ ભોકાઈ'તી
કેવી રીતે કહું તને
તું અજાણ્યો થાય .. મારાથી દુર જાય
મારાથી ક્યાં જવાય છે?
યાદ એને જ કરાય જે કદી ભૂલાય છે
મારા તો શ્વાસ પણ હજુ તારા નામથી લેવાય છે

અરે.. હવે તો કાગળ પર તારી યાદ લખું તો
એનીય આંખ ભીની થાય છે
શબ્દો પર ઉદાસી છવાઈ જાય છે

તને ખબર છે...
તારી આસપાસની હવા ભીની શાને થાય છે?   
એમાં મારી આંખનો ભેજ ભળી જાય છે
મારી તડપ ને વેદના એનેય વર્તાય છે
અને તું... એક હાસ્ય જોઇને છેતરાઈ ગયો ..

પણ જવા દે ને તને નહિ સમજાય
સ્વાર્થના ચશ્માં પહેર્યા પછી
આમેય બધુ ધૂંધળું જ દેખાય છે
ચાલ તું તારા ભરમમાં ખુશ ને... હું મારા..
Deepa Sevak.

माँ ....

 

हा जिंदगी, बहोत सी शिकायते है तुज से, पर गिला कोई नहीं
तेरे दिए एक तोहफ़े के सहारे दुनियाभर की मुसीबते सहे लुंगी
...Deepa Sevak.

Wednesday 27 November 2013

મને મંજૂર છે ....


જો લખી છે જુદાઈ લલાટે તો મને મંજૂર છે 
પણ તારી મરજીને હવે કિસ્મતનું નામ ના દઈશ.
....દીપા સેવક

તો સમજાયું....



મારા આંસુમાં પ્રતિબિંબ તારું દેખાયું 
તો સમજાયું....
હજુ હૃદય ફક્ત તારા માટે જ ધડકે છે...
.... Deepa Sevak.

कयामत....


 

मेरे चेहरे पर दर्द देखकर भी तू जब आँखे बंध करता है
दिल क़यामत से पहेले कयामत को महेसुस करता है
एसा तो नहीं है इन्सान मोत के हाथो ही मरता है
अपनों की बेरुखी से वो जिंदगीमे सो सो मोत मरता है...
Deepa Sevak.

રૂપજીવિની...


હું કહેવાતી રૂપજીવિની, અહી સાચું કોણ ચાહે મને?
એક રાતના બધા હમસફર સૌ જરૂરતથી સરાહે મને

મૂકી આંખોમાં રાતનો લટકો છુપાવું સવારના આંસુ
સાજથી શરુ થતી સાંજની રોશની આખી સળગાવે મને

ભીતર મારું ભડભડ બળતું તોયે શરીરની ઠંડક વેચુ હું
એટલે બંધ ઓરડે પ્રેમ જતાવી સૌ દિલની રાણી કહે મને

શરીરની આગ બુજાવવા જે આવી મારા પડખે પડખા ઘસે
નરી શૂન્યતા આપી આંખોમાં સવારે અલવિદા કહે મને

રાતભર નકલી રોશની રેલાવી અંધારા મારામાં પાથરતા રહે
એક જરૂરત પુરતી મારી જરૂરત પછી કોણ અહી ઓળખે મને 

દિવસે થુંકતા જતા જે ગલીમાં રાતે ત્યાં લાળ પાડતા મળે
બેચહેરા પહેરી જીવતા લોકો પાછા વેશ્યાની ગાળ દે મને..

...દીપા સેવક.

Tuesday 26 November 2013

સાચો પ્રણય….

 

દિલમાં મારા દર્દનો અફાટ સમંદર લહેરાય છે
દેખાય દર્દ દુનિયાને, તું અજાણ્યો જણાય છે
 
ફરિયાદ કરવી પીડાની એવી મને આદત નથી
ને આંખોથી ગહેરાઈ ઝખમની તને ના સમજાય છે
 
નથી ચાંદની ચાહત મને, છે ઘણું તોયે જો તું મળે
પણ સપના સરીખો છે સાથ તારો,ક્યાં પમાય છે?
 
ચાહું કે તું સતત ચાલ્યા કરે તારી મંજિલ ભણી
આંસુની આડ લઇ રસ્તો પોતાનાનો ના રોકાય છે
 
પામીશ તું મંજિલ તારી,તો મને મંજિલ મળી જશે
સમજને તારી ખુશીમાં મને, ખુશી મળી જાય છે    
 
ઈશ્કની આગ પર ચાલતા ભલેને ચંપાય ચરણ
કદમ જે આગળ વધ્યા હવે પાછા ના વળાય છે
 
દિલમાં વસાવ્યો છે તો,જીવતા સુધી ચાહીશ તને
એમ પામવાની શરતથી સાચો પ્રણય ક્યાં થાય છે?
                            ….Deepa Sevak

आदत ....

 

उससे मिले ज़ख़्म के दर्द की ऐसी आदत हो गयी है दिलको
के अब वो ना दे ज़ख्म तो आप ही पुराने जखम खुतर के हरे करते है
Deepa Sevak.

Monday 25 November 2013

મુક્તક....

તું સામે આવે ત્યારે હોઠ અવાચક થઇ જાય તો શું કરું?
બસ તારી તસ્વીર સાથે વાતો કરી મન મનાવી લઉં છુ...

********
તને ભૂલવાની વાત દિલને કહીને શું કરું?
જેને તારા વિરુદ્ધની કોઈ વાત કદી સમજાતી જ નથી
તારી તરફ વહેતી લાગણીને રોકવા શું કરું?
જે ઠોકર વાગ્યા પછી પણ પાછી વળતા શીખતી જ નથી...
********

અંતરમાં મારા છે લીલી લાગણીના છોડ રસમધુરા
તું કહે તો વાવું તારા સુકા હૃદયે થોડા ભાવ કુણા કુણા...

*******
જરાયે નહિ ફાવે તું એમાં...
કરવા રહેવા દે ઠાલા પ્રયત્ન મનમાંથી આઝાદ થવાના વારે ઘડી
કે તને સ્મરણવાસમાં કેદ કર્યા પછી...
લાગણીનું તાળું લગાવ્યું છે મેં મનના બારીબારણાં જોરથી બંધ કરી....

********
તારી નજરના તીરથી ઘાયલ શું થઈ ગઈ..
મારી સ્થિર દુનિયા આખી ડામાડોળ થઇ ગઈ...

********
જયારે તારી આંખોમાં મારી જુદાઈ વ્યથા બની ડોકાય છે
મને ધોળા દિવસે રાત ઉતરી હોવાનો આભાસ થાય છે ....

*********
તારા આગમનની આશમાં મેં પ્રકાશ ઓઢ્યો છે
પ્રગટાવી દીવો દિલનો સાંજનો અંધાર ખાળ્યો છે ....

*********
મારી એકલતા ક્યાં કદી સાવ એકલી હોય છે?
જેમ ફૂલને ખુશ્બુ એમ તારી યાદ એને વળગેલી હોય છે..

*********
મારી આંખોમાં સમાયો છે સનમ તારા સપનાનો આઈનો
એટલે જ તો સપનું તારું તુટે તો.. આંખોમાં મારી ખુંચે છે
*********

આખી દુનિયાને દેખાય મારી આંખોમાં કોઈ તારા જેવુ
બોલ હવે..કેવી રીતે છુપાવવું મારે તારુ મારુ એક હોવુ....

********
પૂછીને હાલ મારા તને લાગે છે તું ઝખમ મારા સાજા કરે છે
પણ, સાચું કહું તો એમ કરી તું સુકાયેલા ઝખમ ખોતરીને તાજા કરે છે...

**********
છે સમજણભરી અવગણના તારી, તોયે મારુ ભીતર એ છલની કરે
પણ શું કરુ?.. કે આ આંખો મારી અમસ્તુએ અવગણી નથી શકતી તને...

*********
મારા સંવેદનોને અનુભવવા મારો મનોવિસ્તાર માપી જો
એક કામ કર... તારા હૃદયમાં મારો અહેસાસ સ્થાપી જો
કહી દેશે બધી તારી ગમતી વાતો તને એ એક જ સ્પર્શમાં
બસ મને યાદ કરીને તારી છાતી સરસો તારો જ હાથ રાખી જો ...

********
તું આવીને સામે ઉભો રહીશ તો બેવડાઈ જશે મિલન
બાકી આંખ મીંચીને પણ કરી શકું છું તારો દીદાર હું..

********
અધવચ્ચે નોધારી છોડી મને આગળ તું નીકળી ગયો પછી
જે વહે છે તારી યાદમાં એ આંસુયે મને અજનબી લાગે છે હવે ...

********
જયારે તારી આંગળી...
પ્રેમથી મારા વાળમાં ફરે છે
ત્યારે તારો સ્પર્શ ખુદ કવિતા કરે છે
પછી મને શબ્દોની જરૂર નથી લાગતી ..

********
હથેળીએ તારો સ્પર્શ જે અકબંધ છે વરસોથી
એજ લખાવે છે મને પાના ભરી ભરી વરસોથી ...

********
તને હરાવીને મને લાગ્યું'તુ હું ખુશ થઈશ
પણ, તારી હાર મારી આંખ સહી ના શકી ..છલકાઈ ગઈ..
તારી હારથી છલકતી મારી આંખ જોઈ ...તારી આંખ ધીમું મલકાઈ
ને તે હળવેથી મને કાનમાં કહ્યું...
કોને કહ્યું હું હાર્યો... અરે હું તો દુનિયા જીતી ગયો ...

*********
ખોટું નથી કહેતી... આઈનો જોઇને થોડી ઓઝપાઈ ગઈ હતી
પણ, તારી આંખોમાં જોયા પછી મારા ચહેરાની ચમક વધી ગઈ ...

********
Deepa Sevak.


કોશિશ ....

 


કરવા દે કોશિશ ....
ખાલીપણાની મારી સાથે આમેય ક્યાં બનવાની છે?
એને ખબર નથી....
તું મારા યાદોના મહેલનો આજીવન રહેવાસી છે ...Deepa Sevak.