Thursday 27 June 2013

અવગણનાનું ગુમડું ....

 
તારી અવગણનાનું ગુમડું હવે દુઃખતું નથી મને
મુક્યા પછી માનનું નશ્તર જખમ રૂઝાવા લાગ્યો છે
 
..દીપા સેવક

હુ..તુ..તુ...


જેમ તારો એક શબ્દ પુરતો છે
મારા મનને ખુશીઓથી ભરવા માટે
તેમ તારો એક શબ્દ જ પુરતો છે
મારું મન આળુ કરવા માટે
એ બે શબ્દોની વચ્ચે
તારી જીદ અને મારો સંયમ રમે છે હું..તું..તું
ને પીડાય છે પ્રણય,
બાજી હું જીતું કે તું..
મેલને આ બધું આઘુ સનમ
ચાલ રમીએ સાથે મળીને સાંકળ..

નથી રમવું આ હુ..તુ..તુ.
 

..દીપા સેવક

કાળા કુંડાળા...

 

 સૌ પૂછે છે શું થયું? ...જોઈ આંખોની આસપાસ કાળા કુંડાળા
કેવી રીતે કહું... એક તૂટેલા સપનાની કરચ હૃદયમાં ખુંચે છે મારા
જે આખી રાત આંખોમાં ઉગાડે છે થોર કાંટાળા
જેની ચુભન મને ઉંઘવા નથી દેતી ને... ઉડાડે દર્દના ફુવારા
રાતોના એ ઉજાગરાની ચાળી કરી દે છે આ કાળા કુંડાળા
જે લાગે મને દુશ્મન મારા

 ...દીપા સેવક

કદીક ....

લખું છું એ આશયે કે મારી ભાવનાઓ તું વાંચશે કદીક
વાંચે ના આંખો તો ડાયરીના પાન તો ઉથલાવશે કદીક

ખુલ્લી જ પડી છે મારી જિંદગીની કિતાબ તારી આગળ
પણ એ વાંચી શકાય સ્પષ્ટ એવા ચશ્માં તું પહેરશે કદીક

મારા સપનાની નાની સરખી વાત પણ હું નિઃસંકોચ કરું
આશા છે તારા ખ્વાબ પણ મારી સાથે તું વહેચશે કદીક
...
તું મૌન મારું વાંચશે એવી જુઠી આશ તો હું રાખતી નથી
તોયે આશા છે શબ્દો મારા મારી પીડા સમજાવશે કદીક

દિલને સમય સાથે ચાલતા મેં શીખવી દીધું છે સમય પર
ખાતરી છે મારી આરઝુ તું સમજશે એવો દી આવશે કદીક

Art Image 370516Deepa Sevak.