Wednesday 29 April 2015

સંબંધનું માન...

આજે ય જાણે કેમ એવું થાય છે?
આંસુની આંખે તું હજુ ડોકાય છે

પાણી બરફમાં એમ તું મુજમાં રહે
સાથે ને સાથે તોય ના દેખાય છે

જો શોર ભીતરનો વધી ગ્યો ભલે 
શબ્દો વગર પણ સાદ તો દેવાય છે

ને આમ તો છે મૌન તારુ બોલકું
બોલે ના તું તોયે મને સંભળાય છે

છે બારમાસી લાગણીના છોડ પણ
સુગંધ એની કોકને જ પરખાય છે

સંબંધ જ્યાં વ્હેતા સમય સાથે વહે 
ત્યાં ને તો, એનુ માન પણ સચવાય છે
...દીપા સેવક.

Friday 17 April 2015

પગરવના પડઘા....

તું આવશેના અણસારે દ્વાર ખુલ્લા રાખ્યા છે
પગરવના પડઘા છાતીએ શક્યતાએ ચાંપ્યા છે 

મનઆંગણે પ્રગટાવી છે મેં શમ્મા-એ -મુહોબ્બત  
આશાના અજવાળે તિમિરના બારણા મેં વાસ્યા છે

જાણીને રાખ્યા ખુલ્લી આંખે સળગતા મેં સપના
છો આંગળા ઉર્મિઓના એના ધુમાડે દાઝ્યા છે

જો શૂન્યતાના ટોળા માંડે મહેફિલ સાંજસમે
તો વેદના ને "દીપા" બે મનમુકીને નાચ્યા છે  

આ આપણો સંબંધ ભલે ક્ષિતિજનો છે અણસારો
મેં કાળજે કોહિનુર આંખના વહેમના ટાંક્યા છે

...દીપા સેવક.
   




 

Thursday 16 April 2015

एहसास की आंधी ...

अरमानो की कश्ती कोई उभारे भी तो कैसे भवर से
दिलमे उठती है एहसास की आंधी तेरी एक नजर से

बात लकीरोंकी नहीं सुनते हम जजबात के मुसाफिर
दर्द से सौदा  नहीं करते अगर डरते मोसमे हिजर से

अश्को की चांदनी से रोशन है हमारी राते हमनफस 
अब अंधेरो की क्या मजाल के गुजरे इस रेहगुजर से 

शहेरो के फांसलो से मिटते नहीं दिलो के रिश्ते "दीपा"
हा मिट सकते है ताल्लुक जहेनी दूरियों की असर से 

है पता उम्र लग जायेगी मंजिल तक पहोचते पहोचते 
अभी तो बस लुफ्त लिए जाते है उस जानिबे सफर से

...दीपा सेवक.


Monday 13 April 2015

सांसे....

तेरे आने की आहट महेसुस करती है सांसे
तू नहीं फिर भी तुजसे ही महेकती है सांसे 

सन्नाटे के शहरमें शाम से यादे है बरसती
भीगे मोसममे तेरे साथ को तरसती है सांसे

कैसी मस्ती तेरे खयालो की रूह तक है छाई 
सर्द रातोमे तेरे नाम से मेरी दहेकती है सांसे

चमकती चांदनीमें मुझे तेरी आँखे नजर आए
चाँद से चुराके नजरे शर्म से सिमटती है सांसे 

तेरे बगैर बर्फ सी जमती है एहसास की आँखे
तो तन्हाई के गले लगकर सिसकती है सांसे 

दिलबर तू नहीं तो बेशक तेरा खयाल ही सही
जैसे तेरे छूने से बढे वैसे ही मेरी बढ़ती है सांसे
....दीपा सेवक.    

Wednesday 8 April 2015

મૌનનો સાથ ...

જે હોય મનમાં એ બધુ શી રીતે કહુ?
ઊર્મિઓનું દાન દઈને બસ ચુપ રહું. 

શબ્દનો શણગાર સજી તરસે ઓરતા,
એ કરતા મૌનનો સાથ હું દિલથી ચહુ. 

વાદળ ભરીને આંખથી વરસે વેદના,
તો એ સરકતા સપન સાથે સહજ વહુ.

હા, લાગણીની અગન છે ભીતર સુધી,
પણ રાખ થઉં તોય મુખથી ઉફ ના કહુ.

છોને રણ સરીખી રાત વ્યાપી ચોતરફ,
અડગ છું,રેતના ઢુવા સમ હું નહિ ઢહુ.

શ્વાસની ધમણ પંખો નાખી પ્રગટાવેને,  
હું ઓલવાયેલી આશને બસ ફૂંકતી રહું.

...દીપા સેવક.   



Tuesday 7 April 2015

એવું તો નથી...

એવું તો નથી કે આપણી વચ્ચે કશું નથી
નામ નથી તો શું? સંબંધ નથી એવું નથી

ભરેલો નથી જામ તો, સાવ ખાલીય નથી
વાદળ ભરી ભીતર, તરસવુય સ્હેલું નથી

ગગનથી ચાંદની તોય સ્નેહ સતત ઢોળે
જાણે,ચકોરની પ્યાસ બે બુંદથી વધુ નથી

ઝાકળથી ફૂલ પર પ્રેમ લખી કહે ચંદ્રકિરણ  
દુર રહીને સતત ચાહવુ બધાનું ગજુ નથી

મૌનલિપિમાં લખી છે મેં મૂંઝવણો મનની
ઉકેલી જ શકે ના તું, એટલું તો અઘરુ નથી

અહમના ચશ્માં ઉતરે તો જ વાંચી શકાય  
ધૂંધળું છે, સાવ ના વંચાય એવું હજુ નથી

છે સમયની ચાલ ધીમીને, ને તાપ સખત
ભરમના છાંયે બેઠી છું! ભલે પરવડતુ નથી

...દીપા સેવક. 

 


Sunday 5 April 2015

યાદની અવરજવર...

તારા વગરની સાંજ સુની ભલે છે
પણ યાદની અવરજવરથી ધમધમે છે

સુરજ સમી સળગે પછી રાતરાણી
જ્યાં ચાંદની મલકીને આછુ અડે છે

વાદળ નથી પણ વીજળીના છે ઓળા
જે ઉતરતી રાતે મને વીંટળે છે

વરસાદનું વાતાવરણ આ અનોખુ
આંસુ નહિ આંખેથી સપના ઝરે છે

એ ઝીલવા નિંદર ધરે જો હથેળી
લાગે જુગનુ ઝાકળની ઝીલમાં તરે છે

છે ઉજળુ જે પ્રકાશથી મારુ ભીતર 
તે નામ તારુ તિમિર ખાળ્યા કરે છે
....દીપા સેવક.