Tuesday 23 October 2012

પ્રેમનો પારસ....


પ્રેમનો પારસ બનીને આવ તું, લે સોનું કર મને
શરમની કેદમાં બંધ છું હું,આવ આઝાદ કર મને

તારી ભીની એક નજર મારું મહેકાવે અંગેઅંગ 
તું અમૃતભરી નજરથી બસ નવરાવ્યા કર મને

મનમાં ભરાયેલા મેહને મન મુકીને વરસાવ તું
સહેજેય રહુ ના કોરી અવિરત ભીંજવ્યા કર મને

ઝળહળી જશે મારા દિન-રાત તારા સાનિધ્યમાં
એજ હુંફાળા પ્રેમપાશમાં સતત જક્ડ્યા કર મને

કંગન,વીંટી, ઝાંઝર, ઝુમર, સઘળું તારો સ્નેહ છે
નિરંતર તારા સ્નેહાભુષણથી શણગાર્યાં કર મને

લે આપી દઉં ગગનના ચાંદને તારી હથેળીમાં
બસ જોઇને અરીસો મનમાં તું સંભાર્યા કર મને

હવાની એક લહેરખી કાનમાં ગણગણી વહી ગઈ
તું છે ફક્ત મારા માટે તારી કહી બોલાવ્યા કર મને
...દીપા સેવક...

Friday 19 October 2012


અધૂરા છોડેલા કામની ચાલો હું આજે નવી શરૂઆત કરું
ખોવાઈ ગયેલા સપનાને શોધી એને ઊંઘમાંથી આઝાદ કરું

રોજ ઉગે છે આશાનો નવો સુરજ અલવિદા રાતને કહીને
સુરજની કિરણોની સાથે સોનેરી સપનાનો સંગાથ કરું

ધીમે ધીમે જકડી જાતે અંતરમન પર કીધો કબજો જે વાતે
વાતોના પડઘાઓથી પ્રભાવિત અંતરમન આઝાદ કરું

ઝાંઝવાને જકડી રાખી પોતાને હર્યું ભર્યું માને રણ ભલે
હરણ નથી કે કાયમ દોડીને પીછો મૃગજળનો દિનરાત કરું

અશ્રુતોરણ બાંધી આંખે કઠીન સમયને સંભાળ્યો બહુ
હવે હાસ્યની હેલીથી તારા જીવનમાં ઝગમગાટ કરું

છાનુંમાનું આવતું ભલે હવે મૃત્યુનો ડર નથી મને
કવિતા બની જશે એવી સુંદર મોતની રજૂઆત કરું
દીપા સેવક.

Thursday 18 October 2012

ચોમાસું જોને ઓરડામાં ખીલ્યું

                                  Rainy Season Scraps, Graphics and comments


જયા રીમઝીમ વરસાદ શરુ થયોને
તારી આંખોએ કેવું ઈજન  દીધું
જેમ વાદળાએ ઘેર્યું આકાશ
એમ તારી આરઝુએ મારું મન ઘેરી લીધું
એટલી વારમાં
તારી હથેળીના સંપુટમાં લઇ મારો ચહેરો
અચાનક એક ચુંબન તે લીધું
વાદળનો ગડગડાટ ભીતર જાગ્યોને,
આંખોએ મન ભરી વરસી દીધું
તારા પ્રેમના વરસાદમાં
એવીતો પલળી કે એક એક અંગ થયું ભીનું
બહાર ને ભીતર અનોખા બંને વરસાદે
જગાવ્યું જોને દર્દ ઝીણું ઝીણું
બહાર ભીની માટીની સોડમ
મારી ભીતર તારા શ્વાસની સોડમ
મહેકી ઉઠ્યું બધું ધીમું ધીમું
સજન મારું ચોમાસું જોને ઓરડામાં ખીલ્યું

By Deepa Sevak

Monday 15 October 2012

હું કોણ છું


                                Orkut Myspace Romantic Animated Scraps, Graphics, Comments and Glitters

હું કોણ છું ની વ્યાખ્યા જો કોઈ પૂછે હું શું કહું?
હું નથી મારી રહી સજન તારી બન્યા પછી
એક નદીનું નામ હોય છે જ્યાં સુધી નોખી વહે
કોણ એને ઓળખી શકે સાગરમાં ભળ્યા પછી
રાતના અંધારમાં ચાંદનો રસ્તો સહુ જોયા કરે
ચાંદનીને કોણ પૂછે છે સુરજના ઉગ્યા પછી
અમથું અમથું કોઈ આવી આંખ ના ભીની કરે
પ્રેમના મતલબને મેં સમજ્યો તને મળ્યા પછી
રાધા નથી હું શ્યામ તારી કે જુદાઈમાં ઝૂર્યા કરું
ભક્તિ મારી મીરાની છે તારામાં સમાઈ જઈશ મર્યા પછી
તું સફરમાં સાથ છે તો હર મંજીલ ઘણી આસાન છે
કોઈ મુશ્કેલીનો ડર નથી હાથ તારો ઝાલ્યા પછી

By Deepa Sevak

Saturday 13 October 2012

પ્રાર્થનાનું ફળ


                             

માંગ્યા પછી જે મળે તે તો હસીને સૌ સ્વીકારે
 તું જે આપે એને હસીને સ્વીકારવાનું બળ દેજે
 જીવનના રસ્તા ભલે મુશ્કેલ હોય નસીબમાં
 ચાલતા જો થાકું તો વિસામાનું કોઈ સ્થળ દેજે
 અડચણોથી ગભરાઈને જરા જો હું ડગમગું
 હાથ મારો ઝાલીને કરાવી પાર તું એ ડગર દેજે
 શ્રધ્ધાના મારા ફુલો પર કદી ના પાનખર આવે
પ્રભુ મારી પ્રાર્થનાઓનું બસ તું  આટલું ફળ દેજે.
 By Deepa Sevak.

હું તારી આંખમાં આંસુ બનીને શું કામ રહું?


                                         

હું તારી આંખમાં આંસુ બનીને શું કામ રહું?
જો તારા હોઠોને મુસ્કાન હું ના દઈ શકું.
હૃદયનું આ દર્દ એ તો પ્રેમનો પ્રસાદ છે
અગર હૃદયમાં પાંગરેલી પ્રીતને પૂજા કહું.

By Deepa Sevak

જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,

                                        


જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,

અજવાળાના અણસારથી અંધારું અલોપિત થઇ જશે.
સમર્પણની ભાવનાથી કર તું ભરોસો ભગવાન પર 
આસ્થાની મહેકથી તારું મનમંદિર સુગંધિત થઇ જશે ....


By Deepa Sevak

તને ચાહું છુ



                                          
મનના આકાશમાં જ્યારથી પ્રેમના રંગો ઢોળાયા 
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ
તારી એક નજર તરસ છીપાવવા  કાફી હતી 
પ્રેમના મોસમની એ ભરી બપોરથી તને ચાહું છુ 
આંખોથી આંખ  મિલાવતા જે શરમાઈ જતી 
એ ઝુકી જતી પલકોની પારથી તને ચાહું છુ 
સ્પર્શ તારો પામતા ધબકારો જે ચુકી જતું 
હૃદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ.
એ અગત્યનું હવે નથી કે ક્યારથી તને ચાહું છુ 
મારે એટલું જ કહેવું છે મારા પ્રિયતમ કે 
આજે પણ હું તને એટલું જ ચાહું છુ ....


By Deepa Sevak

ઝંખનાના ઝુંડ


                                       
જયારે ઝંખનાના ઝુંડ બહુ ગાઢ થઇ જાય છે 
ત્યારે સીધી સરળ જિંદગી દુશવાર થઇ જાય છે 


આકાશના તારા સુધી પહોચવાની હોડમાં જુઓ 
દરકાર નથી ધરાના કેટલાય ફુલો રોળાઈ જાય છે

ઈચ્છાની આગને સ્વાર્થી હવા નું જયારે જોર મળે 
કેટલીયે ખુશહાલ જિંદગી એ આગમાં હોમાઈ જાય છે 

ઈચ્છા અને અપેક્ષાના જંગલમાં જો રસ્તો જડી જાય તો ...
આ મુશ્કેલ જીવન ડગર આસાનીથી કપાઈ જાય છે.

....દીપા સેવક... 

શું ભૂલ?

                                         


નજર તમારી નજર થી ખુદને  જોવા માગે અને,

આંખોને તમે ન સમજો તો આંખની શું ભૂલ?
હર વખત સુગંધ તમારી આવે અને એ,
શ્વાસોને તમે ન સમજો તો શ્વાસની શું ભૂલ?
રાત-દિન સપનાં તમારા જ આવે અને એ ,
સપનાંને તમે ન સમજો તો સપનાંની શું ભૂલ?
કેટલો પ્રેમ કરું છું હું તમને તેનું માપ નથી એ,
પ્રેમને તમે ન સમજો તો પ્રેમની શું ભૂલ?
જલન અને પ્રેમની ભાષા એકજ છે એ,
વાત તમે ના સમજો તો જલનની શું ભૂલ?
તમારાથી નારાજગી મને પોસાય તેમ નથી પણ, 
ભૂલોને તમે ન સમજો તો ભૂલોની શું ભૂલ?
મારા દિલમાં ફક્ત તમારો જ પ્રેમ છે એ,
દિલને તમે ન સમજો તો દિલની શું ભૂલ?


By Deepa Sevak