Friday 12 October 2012

તારી વેદના વાંચી શકે એવું કોઈ નથી રહ્યું

                                       

દર્દની ફરિયાદ તું એ દિલ કોને કરી રહ્યું 
તારી વેદના વાંચી શકે એવું કોઈ નથી રહ્યું 
ખોટું કરીને ના કદી જે શરમાતા હોય છે
સચ્ચાઈ સ્વીકારવાથી જે ગભરાતા હોય છે
સંબંધએ તુટવાની આહ શાને તું દિલ ભરી રહ્યું
તારી વેદના વાંચી શકે એવું કોઈ નથી રહ્યું
ક્ષિતિજ આમ જુઓ તો દ્રષ્ટિનો ભ્રમ હોય છે
સચ્ચાઈ સામે લાવવી સમયનો ક્રમ હોય છે
સત્ય  સામે આવશે શાને તું દિલ ડરી રહ્યું 
તારી વેદના વાંચી શકે એવું કોઈ નથી રહ્યું

પકડીને રાખવા પડે એ પ્રબંધ હોય છે
શરત વગર સાથે રહે એજ સંબંધ હોય છે
સાચા સંબંધની શોધ  સદા તું દિલ કરી રહ્યું
તારી વેદના વાંચી શકે એવું કોઈ નથી રહ્યું
By Deepa Sevak

No comments:

Post a Comment