Friday 12 October 2012

મને વહાલું બહુ લાગે



સાવ જુદી રહી ભલે આ હકીકતની દુનિયા
સપનામાં જીવવું મને વહાલું બહુ લાગે
આસપાસ ભલે રહી કાંટાની વાડ પણ
ફૂલ બની ખીલવું મને વહાલું બહુ લાગે
ભીતર છુપાઈ ભલે રણની તરસ પણ
ઝાકળને ઝીલવું મને વહાલું બહુ લાગે
આંખો વરસીને ભલે આગ ચાહે બુઝાવવા
તારી યાદોમાં બળવું મને વહાલું બહુ લાગે
આઈનામાં છે કોઈ અજાણ્યો ચહેરો પણ
તોય એનું નિહાળવું મને વહાલું બહુ લાગે
રોજ  રોજ રાતોના ના પોસાય ઉજાગરા
તને સપનામાં મળવું મને વહાલું બહુ લાગે
સાવ જુદી રહી ભલે આ હકીકતની દુનિયા
સપનામાં જીવવું મને વહાલું બહુ લાગે...
By Deepa Sevak

No comments:

Post a Comment