Friday 12 October 2012

આજ તુજથી મને માઠું લાગ્યું

                                      


આજ તુજથી  મને માઠું  લાગ્યું 
અબોલા લેવાનું  મેં નક્કી રાખ્યું 
એકપણ ઈજન કામ ના આવે
આ પાગલપન મને બહુ તડપાવે
દુનિયા દેખે એ તને ના દેખાતું 
આજ તુજથી  મને માઠું  લાગ્યું   
જોઉં કે રીસથી તને કઈ અંતર પડે છે?
મનાવવા માટે કયા અંતર નડે છે
 વિચારવા નું હવે કાલ પર રાખ્યું
 આજ તુજથી  મને માઠું  લાગ્યું
 આંખો મારી આજ ચુએ છે
 અજાણતામાં રાહ જુએ છે
પીડા અસહ્ય પણ તને ના સમજાતું 
આજ તુજથી  મને માઠું  લાગ્યું 
તે કહ્યું કે હવે હું નહિ આવું 
બોલ્યા વગર હવે તને કેમ બોલાવું?
પાગલ મન પલ પલ પલટાતું 
આજ તુજથી  મને માઠું  લાગ્યું 
બીક મને બસ એક જ લાગે 
કહ્યા પ્રમાણે હવે જો તું નહિ આવે
અશક્ય છે તારા વગર જીવવાનું 
આજ તુજથી મને માઠું લાગ્યું 
મન મારું વીંધાઈ જાશે
સઘળું મારું લુટાઈ જાશે 
જલ્દી વિચારજે તું મનાવવાનું 
પછી ક્યારેય તારાથી માઠું નહિ રાખું....
By Deepa Sevak.

No comments:

Post a Comment