Saturday 13 October 2012

માનવીના જીવનમાં ક્યારેક એવું પણ થાય છે



                                                   

માનવીના જીવનમાં ક્યારેક એવું પણ થાય છે
સ્પર્શ થાય ફૂલોનો  અને  કાંટાઓ ભોંકાય  છે
તો વળી પાછુ કોક દીવસ એવું પણ થાય કે 
કાંટાના સ્પર્શે ફૂલની જેમ મહેકી જવાય છે
જિંદગીનો જંગ માનવી પળમાં જીતી જાય કે 
ફર્ક ફૂલ અને કાંટા વચ્ચે નો જયારે પરખાય છે 
જ્યોત દીવાની જોઇને બાળકનું મન લલચાય કે  
સ્પર્શ અગ્નિનો જલદ છે દાઝ્યા પછી સમજાય છે
દુનિયામાં દર્દ કોઈનું કોઈને આજે ક્યાં દેખાય છે
એહસાસ થાય દર્દનો જયારે જાતે અનુભવાય છે
પરિકલ્પનાઓ સ્વર્ગની કરતા રહ્યા સદીઓથીસૌ
 કોણ અહી જાણી શક્યું કે મૃત્યુ પછી શું થાય છે?
By Deepa Sevak

No comments:

Post a Comment