Friday 12 October 2012

માત્ર તારા થકી આ દુનિયા મારી

માત્ર તારા થકી દુનિયા મારી
તારા હાસ્યમાં છે વસંત મારે
તારા રુદનમાં મને પાનખર ભાસે
તું હોય તો આખું વિશ્વ મારું
જો તું ના હોય તો હું પણ ક્યાય નથી....
તારા પ્રેમ અને ચાહતથી જીવું છુ
મારી હર કવિતા છે તારાથી
મારા શ્વાસ પણ ચાલે છે તુજથી
મારા દિવસ અને રાત પણ તુજથી
જો તું ના હોય તો હું પણ ક્યાય નથી..
મને મળી હર ખુશી તારાથી
શરુ થાય મારી પ્રાર્થના તારાથી
મારો તો બસ ભગવાન તું છે
મારી તો જિંદગી છે તારાથી
જો તું ના હોય તો હું પણ ક્યાય નથી...

No comments:

Post a Comment