Friday 12 October 2012

નેહ નીતરતા નયનથી નજર તું માંડે ને

                                       

નેહ નીતરતા નયનથી નજર તું માંડે ને
આંખો મારી પણ ખુશીથી નીતરવા માંડે
તરસી નજરને જ્યાં નીર મળે નેહના
ત્યાં અંતરથી સ્નેહ્ઝરણ ફૂટવા  માંડે   
તારી નજરના સ્પર્શની સુવાસથી સાથી
અંગ અંગ મારું અત્તર બની મહેકવા માંડે
નજર ખોવાઈ જાય તારી નજરમાં,મન 
આસપાસની દુનિયાને ભૂલી ડોલવા માંડે 
નજરોના ખેલ સજન જોજે નજરાય ના 
લાગે દુનિયાની નજર ને મન વીંધવા માંડે
દુનિયાથી છુપાઈને રહીએ એકમેકના દિલમાં
અહી સઘળું સુરક્ષિત મને લાગવા માંડે  
BY Deepa Sevak 

No comments:

Post a Comment