Friday 12 October 2012

આંસુ



સપના તૂટ્યા જે રાતભર, વાદળ બન્યા આકાશ પર
આંસુ ખર્યા જે રાતભર, ઝાકળ બન્યા તે ઘાસ પર
ઘાસ બધા ભીંજાઈ ગયા, આંસુથી ઘાસ સિંચાઈ ગયા
આંસુએ પગ પખાળ્યા જયારે ચાલ્યા તમે એ ઘાસ પર 
આભમાં જે વાદળ ભર્યા એમાં સપનાના રુધિર ભળ્યા  
બુંદો નો રંગ લાલ હતો,જયારે વાદળ વરસ્યા જમીન પર.
મારા સપનાના રુધિરથી સિંચાયા હતા  જે છોડ 
એના ફૂલ વેચાતા મળશે તમને હર મોડ પર 
ફૂલ એ ખરીદી લાવજો, પથારી એની બીછાવજો 
એ વેદના અમારી સુનાવશે, જો ધરશો તમે કાન પર
સાંભળીને વેદના અમારી કરશો ના તમે મન ભારી
નહિ તો યાદમાં અમારી, આંખો તમારી પણ રોશે રાતભર 
By Deepa Sevak

No comments:

Post a Comment