Friday 19 October 2012


અધૂરા છોડેલા કામની ચાલો હું આજે નવી શરૂઆત કરું
ખોવાઈ ગયેલા સપનાને શોધી એને ઊંઘમાંથી આઝાદ કરું

રોજ ઉગે છે આશાનો નવો સુરજ અલવિદા રાતને કહીને
સુરજની કિરણોની સાથે સોનેરી સપનાનો સંગાથ કરું

ધીમે ધીમે જકડી જાતે અંતરમન પર કીધો કબજો જે વાતે
વાતોના પડઘાઓથી પ્રભાવિત અંતરમન આઝાદ કરું

ઝાંઝવાને જકડી રાખી પોતાને હર્યું ભર્યું માને રણ ભલે
હરણ નથી કે કાયમ દોડીને પીછો મૃગજળનો દિનરાત કરું

અશ્રુતોરણ બાંધી આંખે કઠીન સમયને સંભાળ્યો બહુ
હવે હાસ્યની હેલીથી તારા જીવનમાં ઝગમગાટ કરું

છાનુંમાનું આવતું ભલે હવે મૃત્યુનો ડર નથી મને
કવિતા બની જશે એવી સુંદર મોતની રજૂઆત કરું
દીપા સેવક.

No comments:

Post a Comment