Friday 12 October 2012

જરા હોંકારો તો દે...


હું ક્યારની બોલાવુ છું, તું સાંભળે છે કે નહિ? જરા હોંકારો તો દે...
વાત દિલની તારા સુધી પહોચે છે કે નહિ? જરા હોંકારો તો દે...

ફૂલ ચુંટતા પ્રણયના કેટલા કાંટા છે વાગ્યા?
જખમ બધા તોય હસતા મોઢે દિલમાં મેં રાખ્યા
દર્દ અસહ્ય બને તે પહેલા સધિયારો તો દે..જરા હોંકારો તો દે..

જયારે વાતોના જવાબ કોઈ જડતા ના હોય
મતલબ નથી એનો જે વાતોના પડઘા ના હોય
ઝાઝો નહી તો થોડો સથવારો તું દે..જરા હોકારો તો દે

અણગમતી વાતોનો અણગમો જતાવ તું
જો ગમતી હોય વાત તો પણ બતાવ તું
દુર તારાથી જાઉં પહેલા આવકારો તું દે..જરા હોંકારો તો દે..

By Deepa Sevak.
 
 
 
 

No comments:

Post a Comment