Friday 12 October 2012

મને ખબર છે તું છે મારી આસપાસ


Art Image 532028


મને ખબર છે તું છે મારી આસપાસ
ખબર મારી બધી છે તારી પાસ
કેમ કરી બોલાવુ તને ?
અબોલા તેં લીધા
મેં નથી લીધા
તૂ ભલે દૂર હોય
હું છું તારી આસપાસ
તને એમ મને ખબર નથી
પરીસ્થિતિમાં તારી મારી બહુ અંતર નથી
ભલે છુપાવે કેટલુય
વાંચી શકું છું હું તારી આંખો ખાસ
હૃદય મારૂ કાઢી લેશે તારા દિલનો ક્યાસ
કારણ હું છુ તારી આસપાસ
એટલી તો મને પણ ખબર છે કે
તારા દિલમાં ભોકાઈ છે ફાંસ
ભલે ભાગે તું દુર જેટલો
સદા રહીશ તારી આસપાસ..
હંમેશાં તારા દિલની પાસ
એટલો તો મને પણ છે વિશ્વાસ
તડપે છે તું પણ મારા જેટલો દિનરાત
નહિ દેખાય ફરી જો તારી આંખોમાં વિશ્વાસ
છુટશે એજ પલે મારા શ્વાસ
કારણ તારી લીધે શ્વસે છે મારા શ્વાસ
કારણ હું છુ તારી આસપાસ..
By Deepa Sevak

No comments:

Post a Comment