Saturday 13 October 2012

.આશિષભર્યો હાથ હજુ માથા પર વર્તાય છ




આશિષભર્યો હાથ હજુ માથા પર વર્તાય છે 
વહાલભર્યો ટહુકો હજુ કાનમાં સંભળાય છે
વાત કરવા માટે હવે ફોન કરવાની જરૂરત નથી 
હું કહું મનમાંને તમારા કાનમાં પહોચી જાય છે
જીંદગી આ આપની દીધેલ અમુલ્ય સોગાત છે
સોગાત આપું શું આપને એ વિચારી મન મૂંઝાય છે
દુર થતી  મુઝવણ મારી જયારે  એવું થાય છે  
સંસ્કાર સારા છે તમારા એવું કોઈક કહી જાય છે   
દુનિયાથી દુર ભલે ગયા દુર હૃદયથી થયા નથી 
સતત સાનિધ્ય આપનું આસપાસ મહેસુસ  થાય છે
 મન કહે નિવાસ તમારો આજ પછી હવે ખાસ છે 
 સરનામું બદલી તમે દિલમાં કર્યો વસવાટ છે 
I REALLY MISS YOU PAPA...
BY Deepa Sevak.

No comments:

Post a Comment