Friday 12 October 2012

અલવિદા

તારે જવું હોય તો જા હું તને નહિ રોકું
હવે તારી મરજીને ક્યાં હકથી હું ટોકું
દીધો નહતો તે હક મેં માનેલો હતો
મનથી તને પોતાનો જાણેલો હતો
ખબર નહતી મારા મનથી તારું મન છે નોખું
તારે જવું હોય તો જા હું તને નહિ રોકું
પ્રેમમાં કોઈ જબરજસ્તી નથી હોતી
મન વગરની આ મસ્તી નથી હોતી
દિલની દુનિયાને એટલી સસ્તી ના ઝોખું
તારે જવું હોય તો જા હું તને નહિ રોકું

સમજી શકાય તો સમજજે તું આ પ્યાર
તારા માટે કાયમ દિલના ખુલ્લા છે દ્વાર
પણ પાછા વળવાનો હવે સંદેશ નહિ મોકલું
તારે જવું હોય તો જા હું તને નહિ રોકું
હોઠો પર નહિ આવે કદી ફરિયાદ બનીને
હમેશા રહેશે તું દિલમાં મીઠી યાદ બનીને
મારા દિલના હિસાબમાં તારું પાનું છે ચોખ્ખું
તારે જવું હોય તો જા હું તને નહિ રોકું

રસ્તા એક છે એટલે  ભટ્કાશું જો ક્યાંક
નજર ચોરાવા છતા કદી મળશે જો આંખ
તો તારી મરજીથી તને મિત્ર બની મળતા નહિ રોકું...
તારે જવું હોય તો જા હું તને નહિ રોકું

BY Deepa Sevak

No comments:

Post a Comment