Saturday 13 October 2012

અજાણ્યા-ઓળખીતા

                                        Rose images, rose scraps, rose day wishes for Orkut, Myspace


વહેચી શકો ના દર્દ તમે તો અફસોસ કદીના કરીએ અમે
દોસ્ત તમને માન્યા કારણ લાગ્યા અજાણ્યા ઓળખીતા તમે
 દિલની દોસ્તીને કદી ચહેરા નથી જોઈતા એ દોસ્ત
પણ શક્ય એ ત્યારે બને જો લાગણી પારખી શકો તમે
વહેચી શકો ના દર્દ તમે તો અફસોસ કદીના કરીએ અમે
દોસ્ત તમને માન્યા કારણ લાગ્યા અજાણ્યા ઓળખીતા તમે
સુરજને સંતાડવાનો સાવ ખોટો વાદળને છે વહેમ
લાગણી છે સુગંધ ફૂલોની એને છુપાવી શકશો તમે કેમ? 
વહેચી શકો ના દર્દ તમે તો અફસોસ કદીના કરીએ અમે
દોસ્ત તમને માન્યા કારણ લાગ્યા અજાણ્યા ઓળખીતા તમે

પવિત્ર છે આ દર્દનો સંબધ એને કાચો કેમ કહો છો?
રહો છો કાચના ઘરમાં પછી પ્રતિબિંબથી શાને ડરો છો ?
વહેચી શકો ના દર્દ તમે તો અફસોસ કદીના કરીએ અમે
દોસ્ત તમને માન્યા કારણ લાગ્યા અજાણ્યા ઓળખીતા તમે...
BY Deepa Sevak

No comments:

Post a Comment