Thursday 11 October 2012

શું જોઈએ?



તું પૂછે મને કે કહે તારે શું જોઈએ?
સાથ તારો મળે પછી બીજું શું જોઈએ ?
ફૂલ પર ભમીને ભમરો પ્રેમગુંજન કરે
મારા કાનમાં  ગણગણાટ જોઈએ
પલ પલ પ્રેમની સોગાત આપતી
તારા આલિંગનમાં રેશમી રાત જોઈએ
તરબતર કરી દઉં હોઠ તારા સ્નેહથી
ઉરમાં એવો ઉમંગોનો ઉભરાટ જોઈએ
ચાંદનીને ઈર્ષા આવે મારા પ્રેમની
એવો તારા પ્રેમનો ઝગમગાટ જોઈએ
ઓગળી જાઉં તારી આંખોની ઝીલમાં
રોમ રોમ મારા  સળવળાટ જોઈએ
સજન મને બસ સંગ તારો દિનરાત જોઈએ
...દીપા સેવક.

No comments:

Post a Comment