Saturday 13 October 2012

ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ


                                  Orkut Myspace Romantic Scraps, Graphics, Comments and Glitters

ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
નજરથી  મારી તું  જોઈ લે જોઉં તારી નજરથી હું
પ્રીતભરીઆ નજર આપણી દુનિયાથી છુપાવી દઈએ
ચાલને સાથી આજે થોડું મનગમતું  કરી  લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
સપના મારા તું વાંચી લે વાંચું તારા સપનાને હું 
સપના ચોરી એકબીજાના એને પુરા કરીએ 
ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
 દિલ માં મારા તું ઝાંખી જો ઝાંખું તારા દિલ માં હું 
 દિલ માં ઉતરી એકબીજાના દોષોને હરી લઈએ 
ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
ભૂલો મારી તું ભૂલી જા ભૂલું  તારી ભૂલોને હું
ભૂલો ભૂલી એકબીજાની નવી શરૂઆત કરીએ 
ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
સાથને મારા તું માણી જો માણું તારા સાથને હું 
સાથે રહીને જિંદગીની આ બાજી જીતી જઈએ
ચાલને સાથી આજે થોડું મનગમતું કરી લઈએ
આંખો આપણે એકબીજાની સાથે બદલી લઈએ
BY Deepa Sevak


No comments:

Post a Comment