Thursday 11 October 2012

રાહ

Orkut Myspace Romantic Scraps, Graphics, Comments and Glitters

હું તારા આલિંગનમાં એવી ખીલી ઉઠું છું
જેમ ખીલે પારીજાત ચાંદનીના સ્પર્શથી,
મહેકી ઉઠું મદમસ્ત થઇ તારા શ્વાસોની સુગંધથી
 રાત અહીજ રોકાઇ જાય એજ મન મારું ચહે
પણ સમય છે કે વહ્યો  જાય છે
 કદી ક્યાં રોકાય છે
સવારે પથારીમાં પથરાયેલા
તારા પ્રેમના પારિજાતની સુગંધ શ્વાસોમાં ભરી
તારી યાદને આલિંગન કરી
રહું છું આખો દિવસ હું હરી ભરી
રાહ જોઉં સાંજથી કે રાત ક્યારે આવે ફરી.
 આવે પીયુમિલનની ઘડી ફરી

By Deepa Sevak

1 comment:

  1. તેરે મસ્ત મસ્ત દો નેણ

    ReplyDelete