Friday 12 October 2012

પિયુજી તારી પ્રીતે ...

પિયુજી તારી પ્રીતે જોને લગાવી કેવી આગ
દેખાય નહી કોઈને હું સળગું દિવસને રાત 

લાગે પ્રીતનું પાનેતર મેં ઓઢ્યું ફરી આજે
મારી આંખ્યું તારા સપનામાં હરપલ રાચે
મને સુજતી ના તારા વગર બીજી કોઈ વાત
પિયુજી તારી પ્રીતે જોને લગાવી કેવી આગ
દેખાય નહી કોઈને હું સળગું દિવસને રાત 

મન થાય મને સાથ તારો હરક્ષણ માણું
સમાંવુ છે બસ તારામાં એટલું હું જાણું
ધરતી હું તારી ને પ્રીતમ તું મારું આકાશ
પિયુજી તારી પ્રીતે જોને લગાવી કેવી આગ
દેખાય નહી કોઈને હું સળગું દિવસને રાત 

જુદું તારાથી રહેવું હવે વસમું બહુ લાગે
ચિત મારું કામમાં આજ જરીએ ના લાગે
મારે રોમરોમ પ્રગટ્યો પિયુમિલનનો તલસાટ
પિયુજી તારી પ્રીતે જોને લગાવી કેવી આગ
દેખાય નહી કોઈને હું સળગું દિવસને રાત  

...દીપા સેવક.

No comments:

Post a Comment