Friday 12 October 2012

ચોમાસું

                                                    


ધરતીનો સાદ આકાશને ભીતરથી હલાવી દે 
આકાશની વેદના વાદળ વરસીને વહાવી દે
પ્રેમની પ્યાસી ધરતી એને પ્રેમથી વધાવી લે
પ્રેમ નદીમાં મેળવી ધરતી સાગરમાં વહાવી દે
આકાશ ધરતીને મિલાવવા સાગર સૂરજનો સાથ લે 
સુરજ બની સંદેશવાહક આકાશને વાદળથી સજાવી દે
ચમકતી આ વીજળીથી આકાશ ધરતીને ધન્યવાદ દે 
વરસીને વાદળ ધરતીને આકાશથી મિલાવી દે 
આકાશ ધરતીના મિલનની ઉજાણી હર પ્રેમી કરે
ચોમાસે હર પ્રેમી પોતાની પ્રીતને બહુ યાદ કરે..
By Deepa Sevak.

No comments:

Post a Comment