Saturday 13 October 2012

બીક બહુ લાગે છે


                                   Life Quotes, Scraps, Animated Graphics, Life Messages

જિંદગી આ સપનાની જેમ જાય સરતી કે
આંખો ઉઘાડવાની મને બીક બહુ લાગે છે
જીવનનું આખુ આભ ભર્યું ઇચ્છા ના તારલે કે 
ગમતા તારાના તુટવાની મને બીક બહુ લાગે છે
સાથી તારા સાથની આદત હવે એટલી કે
હાથ તારો છુટવાની મને બીક બહુ લાગે છે
સાથ સદા માંગ્યો છે આરતીમાં ઈશ્વરની કે
સમયના રુઠવાની મને બીક બહુ લાગે છે
ડર નથી મોતનો આવવાનું હશે તો આવશે કે
તારાથી બીછડવાની મને બીક બહુ લાગે છે
શ્વાસ તારા ખોળામાં છોડું તો ગમ નથી કે
જુદાઈમાં મરવાની મને બીક બહુ લાગે છે

BY Deepa Sevak

No comments:

Post a Comment