Friday 12 October 2012

દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે


                                       

દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે
મનમાં ભરીને દરિયાની ઠંડકને મહાલવું છે મારે
રહેજે આજનો આખો દિવસ તું મારી સાથે
સ્વીચ ઓફ કરી દે તારો મોબાઇલ આજે
દરિયાકાંઠાની ભીડમાં એકાંતને માણવું છે મારે
દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે 
ચાલ રેતીના ઢગલા કરી ઘર બનાવીએ 
એમાં કુવા ખોદી આપણા હાથ મિલાવીએ 
તને સાથે લઇ ફરી બચપણમાં જાવુ છે મારે
દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે 
તું નીચે બેસીજા જરા પાછળનો ઝૂકીને 
મને સુવું છે ખોળામાં તારા માથું મુકીને
આંખમાં ઉભરાતી સ્નેહભરતીમાં ડૂબવું છે મારે
દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે 
દુનિયા ને ભૂલી જઈએ ચાલ આપણે
મારી આંખો બોલે ને તારું હૈયું સાંભળે
સાનિધ્યને આમ સતત બોલતું રાખવું છે મારે 
દરિયાના કિનારે તારા સહારે ચાલવું છે મારે 
By Deepa Sevak

No comments:

Post a Comment