Friday 12 October 2012

વાદળમાં ભેળવીને વ્હાલ તને મોકલ્યા

                                   
વાદળમાં ભેળવીને વ્હાલ તને મોકલ્યા
વ્હાલ વરસે છે વાલમા ભીંજાતો જાજે

વીજળીના ચમકારે કહેણ તને મોકલ્યા
મારા સપનામાં રાતદિન આવતો જાજે

ગરજાટમાં બાંધી ઉકળાટ તને મોકલ્યા
સ્નેહની બુંદોથી ઉકળાટને ઠારતો જાજે

માટીની સોડમમાં શ્વાસ તને મોકલ્યા
મારા શ્વાસોની સુગંધમાં સમાતો જાજે

જુદાઈની જિંદગી હવે વસમી છે વાલમા
હવે આવે તો સંગ મને લેતો જાજે

ઈન્તજારમાં આંખ હવે વરસીને થાકી
મારી આંખોના નૂર જરા જલ્દી તું આવજે...
..દીપા સેવક ..

No comments:

Post a Comment