Friday 12 October 2012

કોને કહ્યું કે સમય કદી સંભાળ નથી લેતો



કોને કહ્યું કે  સમય કદી સંભાળ નથી લેતો 
એ માણસ છે જે ધીરજથી કામ નથી લેતો 
ખબર નથી જીવનમાં વસંત આવશે ક્યારે?
વસંતની રાહમાં પાનખરની મજા નથી લેતો
યાદમાં તારી રોવાની આંખોને તો આદત પડી
નાકરું ફરિયાદ કેમ આંસુ આવીને લુછી નથી લેતો
શબ્દ બનાવીને ઉતારી દઉં હું દર્દ કાગળમાં
નથી અફસોસ વાચવાની તું  જહેમત નથી લેતો
કરમાઈ જતા ફૂલ સદા,મૂકી ખુશ્બુ વહી જાતા
ધાર્યા પ્રમાણે સમય કદી વળાંક નથી લેતો 
સાચું કહ્યું નિમિત બને છે કોઈક તો જાન લેવાનું
કહેવાય છે કે પોતા પર પ્રભુ ઈલ્ઝામ નથી લેતો
BY Deepa Sevak.

No comments:

Post a Comment