Saturday 13 October 2012

રસ્તો તારા હૃદય સુધી....

રસ્તો તારા હૃદય સુધી પહોચવાનો બતાવ તું
આપ્યો છે મેં તો ઘણો થોડો તો હક જતાવ તું

રાધા બનીને હે શ્યામ તારા જ ગીત હું ગાયા કરું
મધુર મિલનની વાંસળીને ક્યારેક તો બજાવ તું

ચાહું મળવા સ્વપનમાં પણ નીંદરડી વેરણ થઈ.
ઊંઘ તને તો આવી હશે, સ્વપ્નમાં તો બોલાવ તું

સાથે તને ના જોઇને આ દિલ રોજ ઝખ્મી થાય છે
તારા દીધેલ ઝખમ છે એ ક્યારેક તો સહેલાવ તું

ઉદાસીભરી આ સાંજને એમાં ચોમાસું ઘનઘોર છે 
અંધકારથી થાકી હવે.. આવી વાદળોને હટાવ તું

રાત કાળી પૂર્ણતાના આરે કોક'દી  તો પહોચશે 
આ દિલ મારું રોશન બને સુરજ બનીને આવ તું
પ્રિયતમ બનીને આવ તું...
.....દીપા સેવક.

No comments:

Post a Comment