Friday 12 October 2012

એવી જાદુની લાકડી મારા પિયુજીની પાસ


                                        

કહ્યા વગર સમજી જાય મનની બધી વાત
એવી જાદુની લાકડી મારા પિયુજીની પાસ 
સપનામાં દિન રાત પિયુની સંગ હું રમતી 
ગમતી હું મુજને કારણ મારા પિયુને હું ગમતી 
મામુલી હું માનુની મુજને બનાવી જેને ખાસ 
એવી જાદુની લાકડી મારા પિયુજીની  પાસ 
પિયુજીના સ્પર્શે મારું મન વિહવળ બની જાય
વિહવળતા પણ એમના સ્પર્શથી જ દુર થાય 
આંખોમાં જોઇને જાણીલે જે મારા મનની પ્યાસ
એવી જાદુની લાકડી મારા પિયુજીની પાસ 
પીયુજીની આંખ દે મને પૂર્ણતાના ભાવ  
અડક્યા વગર જે મારો ઓળખી લે તાવ  
એવા પિયુની ધડકનમાં વસે છે મારા શ્વાસ 
જે જગાવે મારો ડૂબેલો વિશ્વાસ ....
એવી જાદુની લાકડી મારા પિયુજીની પાસ 
BY Deepa Sevak,

No comments:

Post a Comment