Friday 12 October 2012

સંદેશ




કહેવી છે ઘણી મારે દીલડાની વાતો
કેમ કરી કાપુ તારા વગરની બધી રાતો
લખવા બેઠી તો જાન લઈને આવી યાદો
બેન્ડ-વાજા વગાડે સુના સપનાની લાશો
કલમ મારી ચાલતી ના શબ્દો લખાય
કહ્યા વગર તને કેમ કરીને સમજાય?
કહેવું છે ઘણું પણ કહેવાની નથી હામ
લખવા જ્યાં જાઉં આંખોના છલકે જામ
લખ્યું નામ પરબીડિયે ને કાગળ છે કોરો
બે ટપકામાં વાંચજે સંદેશ લખ્યો પૂરો ...

By Deepa Sevak.

No comments:

Post a Comment