Friday 12 October 2012

શાયરી



ખબર નથી આપણા સંબંધો એવા ક્યાં અટવાયા
મંજિલ એક હતી છતાં આપણા રસ્તા કેમ ફંટાયા
દર્પણ દિલનું એકદમ સાફ હતુ પણ કેમ જાણે
પ્રતિબિંબ દિલના દર્દોના તને એમાં બહુ ઝાંખા દેખાયા..  
માંગી હતી જિંદગી પ્યાર ભર્યા એહસાસ સાથે
તે દર્દથી એ ભરી દીધી ઘણું એહસાન છે તારું
ના રોઈશ એ દિલ હવે કોઈને ના અસર થાશે
જીવતા શીખી લે દર્દ સાથે,કાયમનું એ મહેમાન છે તારું..

લાગણીઓ મારી મૂકી હરાજીમાં ભર્યા બજારે સરે આમ મજાક બનાવીને
તુટ્યો છે કાચ હૃદયનો, ટુકડો કોઈ તને પણ ખુંચે નહિ રાખજે હૃદય બચાવીને..

By Deepa Sevak.

No comments:

Post a Comment