Thursday 11 October 2012

ખુશ્બુ તારા પ્રેમની જીવનના તાર ઝંકૃત કરી જાય છે


ખુશ્બુ તારા પ્રેમની જીવનના તાર ઝંકૃત કરી જાય છે
જયારે પ્રેમભરી આંખોથી તું મારી સામે મીઠું હસે છે
માળા તારા નામની બસ હૃદય જાપતું જાય છે
જરા સાંભળીને જો ધબકાર બસ તારું નામ કહે છે
 બેસુરા શ્વાસની રીધમ સુરાવલી બની જાય છે
જયારે મનમાં મિલનની મધુર વાંસળી બજે છે
મનના ઉપવનના બધા મોગરા મહેકી જાય છે
જયારે જયારે તારા સ્પર્શનો મધુરો રસ ઝરે છે
ચોમાસું બારેમાસ રહે છે જયારે પ્રેમ થઇ જાય છે
જયારે વાલમ વાદળ બની અનરાધાર વરસે છે
નિરંતર વરસ્યા કરે છે...

By Deepa Sevak

No comments:

Post a Comment