Friday 12 October 2012

કેમ સમજી વિચારીને ના ચાલી શક્યા?

                                           

દર દર ભટકતા રહ્યા અમે ક્યારથી,
પણ ભેદ મનનો ના પામી શક્યા
વાવ્યા હતા લાગણીના વૃક્ષ અમે પ્રેમથી,
ખબર નહિ કેમ ના જામી શક્યા
એક પછી એક એમ પાન બધા ખર્યા,
ધાર્યા છતા ના બચાવી શક્યા
હતો આંખ સામે જે પડદો ગેરસમજનો ,
બોલ્યા છતા ના હટાવી શક્યા
લાગણીના ઓરડે આવેલ અંધારને
લાખ પ્રયત્નો કર્યા ના ભગાવી શક્યા
થયા ગુમ અમે પોત પોતાની પીડામાં ,
એકબીજાને કઈ ના જણાવી શક્યા
હતી હલકી ભરેલી એ ગાગર સંબધની,
ખાલી ગાગરનો ભાર ના ઉઠાવી શક્યા
સંબંધમાં આવી આટલી વિષમતા કેમ?
વિચારીને થાક્યા ના જાણી શક્યા
શાને થઇ પડ્યું જીવન આટલું દોહ્યલું?
કેમ સમજી વિચારીને ના ચાલી શક્યા?

BY Deepa Sevak.

No comments:

Post a Comment