Friday 12 October 2012

સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તનેજ સ્મરું છુ



હવે યાદ નથી કરવો એમ વિચારી હરપળે યાદ તને કરું છુ
સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તને સ્મરું છુ
કાબુ એવો કર્યો છે દિલ પર તારી સ્મૃતિની ક્ષણોએ
એક એક ક્ષણમાં સમયની સાથે વિવશ થઇ સરુ છુ
સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તને સ્મરું છુ
તૂટ્યું ડાળીએથી હવે જીવન જોઈએ ફૂલનું કેટલું?
એક એક પાંખડીએ ફૂલની સાથે વિવશ થઇ ખરું છું
સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તનેજ સ્મરું છુ
યાદોને પૂરી દઈ  દિલના ખાલી ઓરડે તાળું મારું
એક એક ધબકારે યાદોને સહારે વિવશ થઇ જીવું છું
સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તનેજ સ્મરું છુ
મળે જો ક્યારેક ખબર મોતની, માની લેજે તું સાચું
એક એક ક્ષણે તારી જુદાઈમાં જીવતે જીવ મરું છું
સ્મરણ તારું ભૂલવાનું બહાનું કરીને હજુ પણ હું તનેજ સ્મરું છુ 
By Deepa Sevak

No comments:

Post a Comment