Friday 12 October 2012

જયારે વાય તારી યાદોના વાયરા



                                      

જયારે વાય તારી યાદોના વાયરા 
મારી આંખોમાં આવીને બેસે ઉજાગરા 
નિંદ્રા ની રાણી લે એવા રિસામણા  
જેટલા બોલાવુ એટલા જાય પાધરા
સુની રાતની નાગણ મને ડસતી
મને જોબન આ લાગે બહુ આકરા
સુહાગની રાતમાં પિયુના પાશમાં 
વીતેલી રેશમી રાતોના સંભારણા  
યાદોની ઓઢણી ઓઢી આવે અરમાન 
કરાવે કેટલાય આવા સ્મરણો ની યાત્રા
કે સજન મને વ્હાલા બહુ લાગે આ ઉજાગરા... 
By Deepa Sevak

No comments:

Post a Comment