Saturday 13 October 2012

સંદેશ મારા હૃદયનો તારા સુધી ક્યારેક તો પહોચશે જરૂર

                                     
                                 
સંદેશ મારા હૃદયનો તારા સુધી ક્યારેક તો પહોચશે જરૂર
કર્યા છે ઈશારા શાનમાં  તને ક્યારેક તો સમજાશે જરૂર
પૂનમની રાતમાં મન મારું બેચેન બનેને યાદ જો તને કરે
ખાતરી છે મને કે યાદની મીઠી હેડકી તને પણ આવશે જરૂર
આંસુ અમારી આંખમાં દીધા છે જે તારા અબોલા એ
એ જ આંસુની નદી તારી આંખમાં પણ રેલાશે જરૂર
તારા સિવાય દિલના દર્દનો ઈલાજ કોઈની પાસે નથી
ખાલી તું કલ્પના કરીશ મારા દર્દની તોય એ વહેચાશે જરૂર
રોજ રાતે માસૂમ દિલને એક આશ આપી મનાવ્યા કરું
સવાર પડે એક ઉમ્મીદથી કે આજે તો જવાબ આવશે જરૂર

BY Deepa Sevak

No comments:

Post a Comment