Saturday 13 October 2012

ફરિયાદ



                                        

એક માળાના મણકા બધા જ્યાં ત્યાં વિખરાઈ ગયા  
સમયના સળગાવેલા તાપમાં સૌ સંબંધો શેકાઈ ગયા

માન્યું હતું કે જિંદગી હવે કાપશું એકમેકની હુંફમાં પણ
લાલચના સર્પ એવા ડસ્યા કે અંતરથી અંતર લંબાઈ ગયા
આપની વિદાયવેળા આગાહી હતી લાગણીના વરસાદની
પણ સ્વાર્થની આંધી એવી આવી કે વ્હાલ સૌ વિસરાઈ ગયા

કોને સુણાવું હું હૃદયના દર્દની અસહ્ય વેદના 
આપ તો હવે વાદળોની પાર જઈ સંતાઈ ગયા

By Deepa Sevak

No comments:

Post a Comment