Tuesday 2 October 2012

રહું છું તારા એહસાસમાં માટે જ જીવું છું

રહું છું તારા એહસાસમાં માટે  જીવું છું
ધડ્કું છું તારા હૃદયમાં માટે  જીવું છું

સપનામાં તારા હમેશા રહું છું
આંખોમાં તારી પ્રણય લખું છું
પ્રેમ બની આંખોથી નીતરું છું માટેજ જીવું છું

જયારે તારી મારી નજર મળે છે
તણખા જે પ્રણય રસના ઝરે છે
 પ્રણયરસ પીવા તરસું છું માટેજ જીવું છું

મને વરસાદી સાંજ ગમે છે
વરસાદમાં તારો સાથ ગમે છે
તું વાદળ બની મુજ પર વરસું છું માટેજ જીવું છું

જેમ તારલાઓ આકાશમાં ચમકે
તારો ચાંદલો મારા માથે ચમકે
સિંદુર બની તું સાથે છું માટે  જીવું છું

By Deepa Sevak

No comments:

Post a Comment