Saturday 13 October 2012

નયનની ઝીલમાં સપનાના કમળ ખીલતા રહ્યા



                               Angel Scraps, Angel Graphics and Comments for myspace, orkut

નયનની ઝીલમાં સપનાના કમળ ખીલતા રહ્યા
હર પાંદડીમાં તમને ઝાકળ બનાવી ઝીલતા રહ્યા 
સાચવવા ભીનાશને પલકોના બંધ બાંધ્યા અમે
પણ ખુલી જો આંખ તો તમે વરાળ બની ઉડતા રહ્યા
ખબર છે કે ભુસાઈ જશે જે નામ લખ્યા છે રેત પર
તોં પણ તમારા નામ સાથે નામ અમારું લખતા રહ્યા
આમ તો  અમારે સુરજ સાથે છે ઘણા સંભારણા પણ
ચાહત તમારી દિલમાં ભરી અમે ચાંદની પીતાં રહ્યા
રોજ રાત આવે મને મળવાની તલપ લાગ્યા કરે
સપનાની સોડમાં તમે રોજ મળીને જુદા થતા રહ્યા..

By Deepa Sevak

No comments:

Post a Comment