Friday 12 October 2012

ડાળીની વેદના



                                       

જે આંખોએ સ્નેહની ગંગા સદા વહાવી છે
એજ આંખોને સદા વિના કારણ રડાવી છે
બે મીઠા વેણ તારા જેના હાસ્યનું કારણ બને
એજ વેણકટારી તે દિલની આરપાર હુલાવી છે
પર્ણ જો તૂટે તો ડાળીને દર્દ અસહ્ય થાય છે
પર્ણે તો છુટા પડી દુનિયા નવી વસાવી છે
દર્દ ભૂલીને ડાળી દુઆમાં પર્ણનું સુખ માંગતી
ડાળીએ તો હંમેશા મમતાની રીત નિભાવી છે
પર્ણ ડાળીની વેદના સમજે જયારે ખુદ ડાળી બને
એને જોવી ના પડે જે દુનિયા એને ડાળીને બતાવી છે...

BY Deepa Sevak.

No comments:

Post a Comment