Saturday 13 October 2012

આગમન




અચાનક આવીને તું કંઈક કાનમાંકહી જાય છે
હવાની લહેરખીમાં મને તારો અવાજ સંભળાય છે
ચાહું પણ ના કરી શકું હું અવહેલના વરસાદની
વાદળ સામે જોઉં તો બસ તારી છબી દેખાય છે
તારા ખાયાલોથી થતી  ગરમાહટને શમાવવા 
ઠંડી ઠંડી બુંદો બની તું મને વીટળાઈ જાય છે
આશ્લેષમાં મને તારા ભીંજાતી કોઈ જોઈ જશે
મન મારું આવા વિચારમાં ખુદથી જ શરમાય છે
તું ક્યાંક નજીક છે એવો મનમાં આભાસ થાય છે 
તારા પહેલા મારા સુધી તારી ખુશ્બુ પહોચી જાય છે
ત્યાં અવાજ આવ્યો મને ઝાપો સહેજ ખખડવાનો
છે અસર પ્રેમનીજ કે હું સંભારું છું તનેને તું આવી જાય છે 
BY Deepa Sevak.

No comments:

Post a Comment