Friday 12 October 2012

એક જ નામ છે જીવથી વધારે વહાલું




એક નામ છે જીવથી વધારે વહાલું તું છે
જીવન મારું ચાલે છે જેના આધારે સજન તું છે
આંખ મારી હર પલે જે સ્વપન રચ્યા કરે તું છે
શ્વાસ બની જે મારા હૃદયમાં સ્વસ્યા કરે તું છે


મને મારી તરસ સતત મુંઝવતી જાય છે
જેટલા પીવું નીર નેહના એટલી બેવડાય છે
આકાશમાંથી ઉતરતી સંધ્યાએ જ્યાં અંધાર વ્યાપે
તારી પ્રીતના દીપથી મારી હર રાત ઝળહળ થાય છે ..






No comments:

Post a Comment