Wednesday 10 October 2012

એકાંતવાસ


ડર નથી લાગતો હવે એકાંતવાસથી
તમારી યાદ કાયમના સાથી બનાવી ગઈ છે
અમર નહતું થવું એટલે અમૃત અમે ઢોળ્યા
જિંદગી ઝેર જાણી ને પચાવી ગઈ છે
જીવનના રણ હવે વેગે વટાવવા છે કે
ઝાંઝવાની પ્રીત અમને ફાવી ગઈ છે
ચાંદ ભલે શોભતો રહે તારા આકાશમાં
અમારી જિંદગી અમાસે વહેચાઈ ગઈ છે
રોશની જીવનમાં હવે આવે ના આવે
અંધારાથી નજર હવે ટેવાઈ ગઈ છે
જીવનમાં હવે ખુશીઓની આશ નથી કોઈ
કવનમાં બધી ખુશી સમાઈ ગઈ છે
By Deepa Sevak

No comments:

Post a Comment