Friday 12 October 2012

સુન સજન તારી સાથમાં




સુન સજન તારી સાથમાં
સિંદુરી સુરજ ઉગ્યા મારી આંખમાં
હાથ તારો પકડું તો
એમ મને લાગે જાણે
પંખીએ લીધુ
આખું આકાશ એની પાંખમાં
મનના ઉપવનમાં
પડ્યા પગલા વસંતના
પાનખરના પગરવ સરી ગયા..
આંખોની આરપાર બાઝેલ
બધું ઝાકળ ઉડી ગયું
અમે ભીંજાયા પ્રેમના વરસાદમાં..
સુન સજન તારી સાથમાં....
By Deepa Sevak

No comments:

Post a Comment