Friday 12 October 2012

પ્રીતની એ પહેલી મોંસમ




પ્રીતની પહેલી મોંસમની મધુરી યાદ છે
"હું ", "તું "માંથી "આપણે" બન્યાની વાત છે
તારી એક ઝલક માટે આખી રાતના ઉજાગરા
ને જુદાઈમાં આંખોના વરસાદની વાત છે
સ્પર્શ તારો પામવાને મન કેટલું તરસ્યું હતું
તસ્વીર તારી જોઈ જોઈ મન મનાવવાની વાત છે
આંખના પલકારમાં સમય જોને વહી ગયો
મન હજુ માનતું નથી કે વરસો જૂની વાત છે...
સાથમાં તારી મને હજુ એજ અનુભવ થાય છે કે
વરસો જૂની નહિ પણ બસ કાલની વાત છે


By Deepa Sevak

No comments:

Post a Comment