Thursday 28 May 2015

શ્રધ્ધા...

જો કોઈના વરતાવે દુઃખી થઉં છું
તો જાતને દર્પણ સ્હેજ ધરી દઉં છું

ખોટું કોઈ બીજાને ક્હેતા પ્હેલા
ખુદની ખામી પણ માપી લઉં છું

માથે ચડતી જો આ સમજણ મારી
તો ટપલી મારીને ઠપકારી દઉં છું  

કોઇક વાંકી વાતે તરડાતું હૈયું 
હોઠો ફેલાવી તડને સાંધી લઉં છું

એમ કરી સ્પંદનના તુટતા શ્વાસોને
શ્રધ્ધાના ઓક્સીજનથી જોડી દઉં છું
...દીપા સેવક.

Friday 22 May 2015

हम ना लौटे ....

हम ना लौटे और ना उसने भी बुलाया हमको
कान बजते रहे शबभर चैन ना आया हमको

तुने मिलने और बिछड़ने के बीच बदली आँखे
ये मायूसी का मंजर फूटी आँख ना भाया हमको

सुर्ख चाँद का चहेरा और गुजरती रात की प्यास
जलते होठो की कपकपाहटने तडपाया हमको

उतर गई थी तेरी खुशबु जो मेरे जिस्मो जाँ में
उसी महेकने फिर फुक फुक के जलाया हमको

दर्द के शाने पे सर रखकर जब भी सोना चाहा
तेरे ख्वाब से आगे कुछ ना नजर आया हमको

तेरी आंखोमे जीन खाव्बो को बसर ना मिला
उन्ही भटकते ख्वाबोने निंदोमे जगाया हमको

दिलमे उठते रहे शोले गिर्दाब जान कसते रहे
तेरी यादे-सुखन ने थामा हाथ बचाया हमको
...दीपा सेवक.

गिर्दाब-vortex, whirlpool



આયખુ...

આસમાની વાદળી પૂછે છે આંખને
આંસુ ઉદાસીના કેમ ખુંચે છે સાંજને

ચાંદનીના તેજ પર કોની માલિકી
પૂછી સુરજ પજવ્યા કરે છે રાતને

આંગણે આંબો નથી તારે તો શું થયું?
આપવા છાંયો ત્યાં રોપી દે જાતને

બોલવાથી બગડતી હોય વાત જ્યાં
ત્યાં તું સ્હેજ મલકી વાળી લે વાતને

છોડ જે તે લાગણીના રક્તથી સીંચ્યા
રોકશે એ આવતા સ્વાર્થી પ્રપાતને

ઘરથી ઉમ્બર સુધી લંબાયુ આયખું
"મા"ની આંખો પી ગઈ એ વિષાદને
...દીપા સેવક.

Thursday 21 May 2015

इश्क की खुशबु ...

इश्क की खुशबु से हर लब्ज़ महेक जाता है
जब कांपते हुए लबो पर तेरा नाम आता है

तेरे जिक्रो खयाल से आँखे हो लेती आइना
तू आईने का नूर है जो रूह मेरी सजाता है

हमने यादो के चरागों से है रोशन रखी राहे
हमसफर तेरा साया जो राह मुझे दिखाता है

है चाँद सा चमकीला तेरे खयालो का घेरा
अंधेरो में भी जो मुझे रोशन किये जाता है

सजी है तन्हाईआ तेरे तरन्नुम-ए-प्यार से
दू गजल को तेरी जुस्तजू तो करार आता है

में फुल हु उसी बाग का जहा का खुर्शीद है तू
जो जरा सी तेरी रोशनी से ही निखर जाता है 
...दीपा सेवक. 




Wednesday 20 May 2015

एसा तो नहीं ...

एसा तो नहीं की अब वो पहेले से जजबात नहीं
पर अब एहेसास यहा आलम-ए-असबाब नहीं 

तेरा इश्क है आज भी मेरा सुकून-ए- जां जाना  
तेरा गम भी हमे खयाल-ए-दिल-ए-नाशाद नहीं

आज भी मेरी आंखोमे तुजे देख लेती है दुनिया  
मैंने कितनी शिद्दत से चाहा है तुजे एहसास नहीं

अकेलेपन की ये शामें बोजिल सी लगती है मुझे
पर तन्हाई में तेरी यादो से मिलने के बाद नहीं

चाहे मुदतो से छोडा है तूने गुजर मेरी गली से 
तू मेरे खाबो से न गुजरा हो एसी कोई रात नहीं

मेरे अरमानोने यु ओढ़ लिया ख़ामोशी का कफन
लब तुमने खोले नहीं तो हमने भी छेड़ी बात नहीं

दिल-ए-दीपा अब भी वही मासूम रियासत है तेरी
तू बादशाह है वहा का इसमें तो कोई दो राय नहीं
...दीपा सेवक.

आलम-ए-असबाब: the world of cause and effect

Thursday 14 May 2015

પડઘાની હેલી...

એકલપંથી રસ્તો ને થઇ પડઘાની હેલી
મારગ મારગ પછી સાદની ડાળો ફુટેલી

અંધારી રાતની પાંખે અજવાળુ ટાંકી
ટોળી ત્યાં આગિયાની ફરવા નીકળેલી

વર્ષાના વાયરે બળબળતી ઓસરી પણ
લાગે કે તુજ વિરહમાં થઇ મુજ જેમ ઘેલી

મધમધતી આગથી સળગે છે રાતરાણી  
તો ભીના ભારથી પેલી ઝુરતી ચમેલી

આંખોના આભથી ખાલીપે યાદ ઢોળી
ઘગધગતા માહ્યલાને ટાઢક મોકલેલી

બળતી જેના અબોલાથી મનડાની મેડી
એને ગોકુળની વાટે એકલડી કાં મેલી?

માંગેલા મોરપીછને માંગેલી મોરલીથી
રીઝે નહિ એમ કઇ કાના..રાધા રુઠેલી
(ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા ગા)
...દીપા સેવક.

Thursday 7 May 2015

પ્રીતનું પાગલપણુ ....

મળતો નથી વિસામો પણ તરછોડતુ નથી
દિલ કેમ બેચેનીનો પાલવ મેલતું નથી

છે પ્રીતનું પાગલપણુ કે તારાપણાની જિત
રણમાં રહીને દિલ હજુ મ્હોરવુ ભૂલતું નથી

હા, તાપ તો લાગે છે એકલતાની આગનો  
પણ ઠારવા ભીતરને આંસુ ઢોળતું નથી   

એ યાદ આંજી આંખે હંફાવે સળગતા સુર્યને 
અંધારુ વિરહનું આશા રગદોડતુ નથી

ઝૂલસતુ ભીતર પણ "દીપા"ને શૂન્યતા ગમે
જ્યા આહનું અજવાળુ દામન છોડતુ નથી
....દીપા સેવક.  




Tuesday 5 May 2015

जिंदगी तमाम हो गई...

बातो का दौर टुटा और हर कोशिश नाकाम हो गई
महेफिलमे बेवजह पाक मुहोब्बत बदनाम हो गई

देखकर मेरे आँसू आज भी क्यों सिसकता है आइना
बरसो हुए देखते देखते अब तो ये बात आम हो गई

पूछकर हाल मेरा वो शर्मिन्दगी कम करते हो जैसे
अकेले में करनेवाली बाते भी उनसे खुलेआम हो गई

गिरती ना बिजली गर आशियाने में न सुराग होता
तेरे हाथो से हाथ छुटा और खुशिया नीलाम हो गई

बेशक "दीपा" खतावार तो है के उसने दिल लगाया
जिसकी सजा ना ख़त्म हुई और जिंदगी तमाम हो गई

...दीपा सेवक.

નથી તું....

માન્યું મારા જેવો નથી તું
પણ મારાથી નોખો નથી તું

આંખોમાં ઊગી આથમે એ 
સપના જેવો ખોટો નથી તું

જો ધરતી સરખુ અસ્તિત્વ મારું
તો આભથી ઊતરતો નથી તું

અંતર અંધારો ઓરડો તો
અજવાળાથી ઓછો નથી તું

સુર્ય સાંજની સોડે જ્યાં સમાયો
ત્યાં છે સ્પર્શ તારો, છો નથી તું 
...દીપા સેવક  

Friday 1 May 2015

ઉદાસ સાંજ...

આ ઉદાસ સાંજ ધીરે ધીરે યાદોના પોપડા ઉખેડે છે
ને ખરી પડતા સાંજના તડકા શૂન્યતાનું ઘર ખોળે છે

બુઝતી આશના કિનારે ઉભો સાદની શક્યતાનો સુરજ  
એ ખળખળ વહેતા ખાલીપાને પથ્થર નાખી ડહોળે છે

આંખોની આસપાસ જડાયો સંગેમરમર જેવો સન્નાટો
જે ખામોશીના આઝાદ શ્વાસોને કેદ કરીને રગદોળે છે

ખટખટાવીને થાકી સાંજ તોય ખુલે ના રાતનુ બારણુ
બારી ઠેકીને આવેલો ચાંદ ક્યારનો રાતને ઝંઝોડે છે

એમ જાણે કે આંગણથી ઉંબરનું અંતર જોજન જેટલુ 
સમજ "દીપા" હર પગલે વધતુ અંતર ભીતર તોડે છે
...દીપા સેવક.